ગુજરાતની હેરસ્ટાઇલિસ્ટે મહેસાણાનું ગૌરવ વધાર્યું, ટોચના 30 હેર સ્ટાઇલિસ્ટ્સમાં સ્થાન મેળવ્યું

મહેસાણા, ફેબ્રુઆરી 24, 2025: ગુજરાતના સન્ની આનંદ સ્પાલોન (મહેસાણા, પિલાજી ગંજ) ના સન્ની કુમાર લિમ્બાચીયા અને રેક્સન સેલોન (અમદાવાદ, દક્ષિણ બોપલ) ના શ્રવણ કુમારે હેરસ્ટાઇલિસ્ટ્સને રાષ્ટ્રીય સ્તરનું મંચ પૂરું પાડતા ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટના ટોચના 30 ફાઇનલિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. Mehsana’s hairstylists makes city proud, featured amongst top 30 hairstylist nationally.
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ની હેર કલર અને હેરકેર માટેની અગ્રણી પ્રોફેશનલ હેર બ્રાન્ડ, ગોદરેજ પ્રોફેશનલ દ્વારા આયોજિત સ્પોટલાઇટનો હેતુ હેરસ્ટાઇલ ક્ષેત્રની અસાધારણ પ્રતિભાઓને પારખવાનો અને તેમના વ્યાવસાયિક વિકાસને વેગ આપવાનો છે.
મુંબઈમાં યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં દેશભરમાંથી પસંદ કરાયેલા 30 પ્રતિભાશાળી ફાઇનલિસ્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા. દરેક ફાઇનલિસ્ટે એક શાનદાર ગ્રાન્ડ ફિનાલેમાં રેમ્પ પર ગોદરેજ પ્રોફેશનલના સરરિયલ કલેક્શનથી પ્રેરિત ખાસ તૈયાર કરેલા હેર કલર લુક્સનું પ્રદર્શન કર્યું હતું.
સન્નીએ અને શ્રાવણ 28 અન્ય ફાઇનલિસ્ટ્સ સાથે ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં તેણે તેમના વિશિષ્ટ હેર કલર ક્રિએશનનું પ્રદર્શન કર્યું હતું. 30 કુશળ પ્રોફેશનલ્સની આ પ્રથમ બેચને ગોદરેજ પ્રોફેશનલના ક્રિએટિવ ડિરેક્ટર – હેર, યિયાની ત્સાપટોરી તેમજ સન્માનનીય મેન્ટોર્સ ગોદરેજ પ્રોફેશનલના નેશનલ ટેકનિકલ હેડ શૈલેષ મૂલ્યા અને ટેકનિકલ એમ્બેસેડર નજીબ-ઉર-રહેમાનના માસ્ટરક્લાસમાં હાજરી આપવાની અનોખી તક મળી હતી.
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના જનરલ મેનેજર અભિનવ ગ્રાન્ડીએ ઉમેર્યું હતું કે, “ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી અમને ખૂબ ગર્વ છે. આ મંચ પ્રતિભાશાળી હેરસ્ટાઇલિસ્ટ્સને તેમની સર્જનાત્મકતા દર્શાવવાની તક તો આપે જ છે, સાથે સાથે શિક્ષણ અને તાલીમ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.
આ પહેલ દ્વારા અમે સ્ટાઇલિસ્ટને વધુને વધુ સ્પર્ધાત્મક બજારમાં શ્રેષ્ઠતા મેળવવા માટે જરૂરી કુશળતા અને અનુભવ સાથે સજ્જ કરવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ. ભારતના સલૂન વ્યાવસાયિકોને પોષવા અને તેમની વૃદ્ધિ કરવાની અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા તરફ આ ફક્ત એક પગલું છે.”
જ્યુરીની ખંડપીઠમાં યિયાની ત્સાપટોરી, (ક્રિએટિવ ડિરેક્ટર – હેર, ગોદરેજ પ્રોફેશનલ); મોનિકા બહલ (બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ કાઉન્સિલના સીઇઓ); ખાસ મહેમાન જ્યુરી – અભિનેત્રી અદા ખાન અને હેલી શાહનો સમાવેશ થયો હતો.
ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટ મારફતે સન્ની અને શ્રાવણ તેમજ પસંદ થયેલા અન્ય 28 હેરસ્ટાઇલિસ્ટ સાથે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NCVET)ની પ્રમાણિત કરતી સંસ્થા બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (B&WSSC)ના ‘રિકગ્નિશન ઓફ પ્રાયોર લર્નિંગ’ સર્ટિફિકેશન પ્રોગ્રામ હેઠળ તાલીમ લીધી હતી.
આ પ્રોગ્રામ હેઠળ હેરસ્ટાઇલિસ્ટને ભારત સરકારનું નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF)નું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું. સન્ની અને શ્રાવણ હવે પોતાના વેપારની વૃદ્ધિ માટે લોન મેળવવા માટે પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકે છે. ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટને ઉદ્યોગ વેપારના ભાગીદાર તરીકે બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (B&WSSC)નો ટેકો પ્રાપ્ત છે.