ગુજરાતની અગ્રણી હોસ્પિટલ ચેઇન સ્ટર્લિંગ હોસ્પિટલ્સે તેનો નવો લોગો લોંચ કર્યો
સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના મૂળ સિદ્ધાંતોને કમ્યુનિકેટ કરવા નવો લોગો ડિઝાઇન કરાયો- સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીધામ સુવિધા ખાતે એક સાથે લોંચ
અમદાવાદ, ગુજરાતની અગ્રણી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ ચેઇન પૈકીની એક સ્ટર્લિંગ હોસ્પિટલ્સે અમદાવાદમાં તેની ગુરૂકુલ ખાતેની સુવિધામાં તેના નવા લોગોનું અનાવરણ કર્યું હતું. Gujarat’s leading chain of hospitals- Sterling Hospitals launches its new Logo
ડો. સિમરદીપ ગિલ (એમડી અને સીઇઓ) તથા સ્ટર્લિંગ હોસ્પિટલ્સ સાથે બે દાયકાથી વધુ સમયથી જોડાયેલા ડો. સુધીર વી. શાહ (ન્યુરોલોજીસ્ટ), ડો. સોમેશ ચંદ્રા (ઓન્કો સર્જન), ડો. સોનલ દલાલ (નેફ્રોલોજીસ્ટ), કામિની જોષી (નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ) અને અનિલ પટેલ (ચીફ ટેક્નિશિયન અને કોર્પોરેટ આરએસઓ) સહિતના ટોચના પ્રોફેશ્નલ્સની ઉપસ્થિતિમાં નવા લોગોનું અનાવરણ કરાયું હતું. નવા લોગોનો ઉદ્દેશ્ય સ્ટર્લિંગ હોસ્પિટલ્સના મૂળ સિદ્ધાંતો અને સંદેશાની સાથે-સાથે હેલ્થકેર સુવિધાઓમાં ઉત્કૃષ્ટતાની તેની ખાતરીનો પ્રસાર કરવાનો છે.
અમદાવાદની સાથે નવા બ્રાન્ડિંગ અને લોગોનું અનાવરણ હોસ્પિટલની વડોદરા, રાજકોટ અને ગાંધીધામ ખાતેની સુવિધાઓમાં પણ કરાયું હતું.
સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદમાં બે દાયકાથી વધુ સમયથી હેલ્થકેર ક્ષેત્રે અગ્રેસર છે. નવા બ્રાન્ડિંગ સાથે હોસ્પિટલ વ્યાપક હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવા ઉપર તેનું ધ્યાન જાળવી રાખશે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ તમામ વ્યક્તિઓ માટે અનુકૂળ અને વાજબી કેર પ્રદાન કરવા સાથે ક્લિનિકલ શ્રેષ્ઠતાને પ્રાથમિકતા આપવાનું જાળવી રાખશે.
હોસ્પિટલનું સમકાલીન અને આધુનિક માળખું સર્વગ્રાહી છતાં વ્યાપક પ્રાઇમરી, સેકન્ડરી અને સુપરસ્પેશિયલાઇઝ્ડ ટર્શરી કેર પૂરી પાડવા માટે વિકસિત કરાયું છે.
અમારી બ્રાન્ડમાં પરિવર્તન અને તમારા આરોગ્ય પ્રત્યે અમારી કટીબદ્ધતાને મજબૂત કરવાના સિદ્ધાંત ઉપર નવું બ્રાન્ડિંગ અને લોગો આધારિત છે. તેના વિચાર અને સંદેશા વિશે વધુ માહિતી આપતાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઇઓ ડો. સિમરદીપ ગિલે કહ્યું હતું કે, “તેની વિશિષ્ટ ઓળખ હોવા ઉપરાંત કંપની/બ્રાન્ડનો લોગો બ્રાન્ડ શેનું પ્રતિનિધિત્વ કરે છે,
તેને કમ્યુનિકેટ કરે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સનો નવો લોગો તેના મૂળ સિદ્ધાંતો અને મીશનને સામેલ કરીને તેને પ્રદર્શિત કરે છે. લોગોમાં સિમ્બોલ હ્યુમન ફિગર્સ અને હાર્ટ્સને પારંપરિક પ્લસ સાઇન સ્વરૂપે ભેગા મળતા દર્શાવે છે. તે અમારા ડોક્ટર્સ અને નર્સિસને અમારા દર્દીઓને સર્વગ્રાહી કેર પૂરી પાડવા ભેગા મળતા હોવાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ લોકો અમારા દર્દીઓ અને સામાજિક કલ્યાણ પ્રત્યેની અમારી કટીબદ્ધતાનું પ્રતિક છે. અમારા 22 વર્ષના વારસા અને અનુભવ અમને સતત માર્ગદર્શન આપે છે ત્યારે અમે આધુનિક અને અત્યાધુનિક હેલ્થકેર સોલ્યુશન લાવવા અને હેલ્થકેરને વધુ અનુકૂળ બનાવવાના અમારા પ્રયાસો જાળવી રાખીશું.”
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ તેની શરૂઆતથી જ શહેરમાં અગ્રણી હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીનું એક રહ્યું છે. હોસ્પિટલ ચેઇન આધુનિક હેલ્થકેર સુવિધાઓ અને દર્દીઓના ઉત્તમ અનુભવ માટે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. કુશળ ડોક્ટર્સ, નર્સિંગ અને સપોર્ટ સ્ટાફની ટીમ તથા લોકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખતાં એડમિનિસ્ટ્રેશને હોસ્પિટલને ગુજરાતમાં વિશ્વસનીય હોસ્પિટલ્સ ચેઇન પૈકીની એક તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.