ગુજરાતમાં ખનિજ સંશોધન માટે આમંત્રિત કરી વિકસિત ભારત-૨૦૪૭ ની પરિકલ્પનાને સાકાર કરવા આહવાન
અમદાવાદ, તા. ૧૭.૦૮.૨૦૨૪ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નરશ્રી દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ. આ પરિસંવાદનું આયોજન ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નર, ગાંધીનગર દ્વારા મિનરલ એક્ષ્પ્લોરેશન એન્ડ કન્સલ્ટન્સી લીમીટેડ, (MECL) અને નેશનલ મિનરલ એકસ્પ્લોરેશન ટ્રસ્ટ (NMET),
ખાણ મંત્રાલય, ભારત સરકારના સહયોગ દ્વારા પેટ્રોગ્રાફી અને મિનરલ કેમિસ્ટ્રી લેબોરેટોરી, રાયસણ , ગાંધીનગર ખાતે કરવામાં આવેલ. આ સેમીનારમાં ગુજરાતના ખનીજ સંશોધને વેગવંતુ બનાવવા માટે વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સંશોધન સંસ્થાઓ અને નામાંકિત ખાનગી સંશોધન સંસ્થાઓ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ.
પરિસંવાદ અગ્રસચિવશ્રી ઉદ્યોગ અને ખાણ વિભાગ, શ્રીમતી મમતા વર્મા, IAS ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. તેઓએ ખનીજ સંશોધન ક્ષેત્રે કાર્યરત વિવિધ NPEA-Notified Private Exploration Agencies અને NEA- National Exploration Agencies ને ગુજરાતમાં ખનિજ સંશોધન માટે આમંત્રિત કરી વિકસિત ભારત-૨૦૪૭ ની પરિકલ્પનાને સાકાર કરવા આહવાન કરેલ.
જ્યારે કમિશ્નરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ડો. ધવલ પટેલ દ્વારા ગુજરાતની ખનીજ સંપદા અને તેના પર થયેલ સંશોધન વિશે વિગતવાર માહિતી આપી ખનીજ સંશોધન સંસ્થાઓ ને ગુજરાતમાં ખનીજ સંશોધન માટે જરૂરી તમામ સહયોગ પુરા પડવાની ખાતરી આપેલ. તેમજ પેટ્રોગ્રાફી અને મિનરલ કેમિસ્ટ્રી લેબોરેટોરી ખાતે ઉપલબ્ધ વિશ્વકક્ષાની ખનિજ પૃથ્થકરણ સુવિધાઓથી અવગત કરાવી તેનો ઉપયોગ કરવા જણાવેલ.
આ સેમિનારમાં નિયામકશ્રી પરમાણું ખનીજ નિર્દેશાલય(AMD), નિયામકશ્રી મિનરલ એક્ષ્પ્લોરેશન એન્ડ કન્સલ્ટન્સી લીમીટેડ, નેશનલ મિનરલ એકસ્પ્લોરેશન ટ્રસ્ટના પ્રતિનિધિ(NMET), ભારત સરકારના વિવિધ ઉપક્રમો જેવા કે, જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(GSI), ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ(IBM), અવકાશ વિનિયોગ કેન્દ્ર- ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO-SAC), ઇન્સ્ટીટયુટ ઓફ સીસ્મોલોજીકલ રીસર્ચ(ISR), BISAG–N,
મેંગેનીઝ ઓર ઓફ ઇન્ડિયા લીમીટેડ (MOIL), CSIR CIMFR, NLC ઇન્ડિયા, હિન્દુસ્તાન કોપર લીમીટેડ વિગેરે જેવી અને ગુજરાત સરકારશ્રીના ઉપક્રમો ગુજરાત ખનીજ વિકાસ નિગમ લીમીટેડ(GMDC) અને ગુજરાત યુનિવર્સીટી અને કચ્છયુ યુનિવર્સીટી જેવી શૈક્ષણિક સંસ્થાઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.