Western Times News

Gujarati News

ગુજકોમાસોલના માધ્યમથી ગુજરાતના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દેશ-વિદેશમાં વેચાણ થશે

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશનને વધુ વેગવાન બનાવવા ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ.

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

રાજભવન ખાતે ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ – ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીહાલોલ વચ્ચે શિક્ષણસંશોધન અને વિસ્તરણ દ્વારા ગુજરાતના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તથા ગુજકોમાસોલના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દેશ- વિદેશમાં વેચાણ થાય અને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે એ બાબતે MoU કરવામાં આવ્યા હતા.

આ અવસરે ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીઉપાધ્યક્ષ શ્રી બિપીનભાઈ ગોતા તથા  ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી  ડો. સી. કે. ટીમ્બડીયા ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કેગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિ અંગેના રિસર્ચ અને એજ્યુકેશનમાં ખૂબ સારું યોગદાન આપી રહી છેત્યારે હવે આ યુનિવર્સિટીના સહયોગથી ગુજકોમાસોલના માધ્યમથી રાજ્યના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ લાભ મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.