ગુજકેટની પરીક્ષા માટે આ તારીખ છે છેલ્લી ફોર્મ ભરવાની
(એજન્સી)અમદાવાદ, ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ૬થી ૨૦ જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.
તા.૬થી ૨૦ જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવું નોટિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ,બી, અને એબી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૩ પરીક્ષા માટેની ઓન લાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.
જ અગાઉ ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્વનો ર્નિણય લીધો હતો. જી મેઇન્સ પરીક્ષા બાદ પણ પ્રિલિમ કસોટીની પરીક્ષા આપી શકે તેવો, તેમજ જીના કારણે શાળાની પ્રિલિમ કસોટી ન આપી શકનાર વિદ્યાર્થીઓને તક અપાશે. તેમજ પ્રિલિમ કસોટી પૂર્ણ થયા બાદ ફરી જે તે વિષયની પરીક્ષા લેવામાં આવશે. ૬થી ૮ ફેબ્રુઆરી દરમિયાન શાળા કક્ષાએ ફરી પરીક્ષા લેવાશે. જીનાં કારણે પ્રિલીમ કસોટી ચૂકી જનાર વિદ્યાર્થીની ફરી પરીક્ષા આપી શકશે.