Western Times News

Gujarati News

ગુજરાતી કલાકાર જાનકી બોડીવાલાનો બોલિવૂડમાં વાગ્યો ડંકો

મુંબઈ, ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી ૨૫માં એડિશનનું આયોજન ૮ અને ૯ માર્ચે જયપુરમાં થયુ હતું. જેમાં શનિવારે આઈફા ડિજિટલ એવોડ્‌ર્સ અને રવિવારે આઈફા મેન એવોર્ડના વિનર્સની ઘોષણા કરવામાં આવી હતી.

જેમાં થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મોને એવોર્ડ અપાયા હતા. જેમાં ભૂલ ભૂલૈયા ફિલ્મ માટે કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાયો હતો. ત્યાં જ કિરણ રાવના નિર્દેશનમાં બનેલી લાપતા લેડીજને બેસ્ટ ફિલ્મ સહિત ૯ એવોર્ડ મળ્યા હતા. જોકે આ દરમિયાન ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને પણ એવોર્ડ મળ્યો હતો અને આ એવોર્ડ જાનકીને શાહરૂખ ખાને આપ્યો હતો.

ગુજરાતના અમદાવાદમાં જન્મેલી જાનકી બોડીવાલાને અજય દેવગન અને આર માધવન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ માટે પરફોર્મંસ ઈન લીડિંગ સપો‹ટગ રોલ (ફિમેલ) નો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક હતી. તમને જણાવી દઈએ કે, વશ ફિલ્મમાં પણ જાનકીએ અભિનય કર્યાે હતો.

જાનકી બોડીવાલાની વાત કરીએ તો તેણે એમએના સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી સ્કૂલનો અભ્યાસ અમદાવાદથી કર્યાે છે અને ગાંધીનગરના ગોયનકા રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સથી બેચલર ઓફ ડેંટલ સર્જરીમાં ડિગ્રી મેળવી છે.

અજય દેવગણની ફિલ્મ ‘શૈતાન’માં અભિનેત્રી જાનકી બોડીવાલાએ અવ્વલ નંબરનું કામ કર્યું હતું. ફિલ્મમાં કિશોરી જેવી દેખાતી આ અભિનેત્રીએ અજય દેવગણ અને જ્યોતિકાની કિશોરવયની દીકરી જ્હાનવીની ભૂમિકા ભજવી હતી.

પરંતુ ગુજરાતી સિનેમામાં કામ કરતા જાનકીને લાંબો સમય થઈ ગયો છે અને હાલમાં તે લગભગ ૨૮ વર્ષની છે.જાનકીના કરિયરની વાત કરીએ તો તેણે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી કરી હતી. આ ફિલ્મ ગુજરામાં સુપરહીત સાબિત થઇ હતી અને આ ફિલ્મના ઘણા ડાયલોગ આજે પણ લોકોના મોઢે સાંભળી શકાય છે.

‘છેલો દિવસ’ પછી જાનકીએ ‘ઓ તારી’ ‘તંબુરો’, ‘દોડ પકડ’, ‘છુટ્ટી જાયે છક્કા’, ‘તારી માટે વન્સ મોર’, ‘બાઉ ના વિચાર’, ‘નાડી દોષ’ અને ‘વશ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું.જાનકીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મારા પિતા ભરત બોડીવાલા વકીલ છે અને માતા કાશ્મીરા બોડીવાલા ગૃહિણી છે.

મારો નાનો ભાઈ ધ્›પદ બોડીવાલા કેનેડામાં અભ્યાસ કરે છે. મારા અભિનય વ્યવસાયમાં મારા માતા-પિતાએ મને ખૂબ જ ટેકો આપ્યો છે. તે હંમેશા મને એવું કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેમાં મને આનંદ આવે છે.ઉલ્લેખનિય છે કે, જાનકી બોડીવાલાએ વર્ષ ૨૦૧૯માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો અને તે આ સ્પર્ધામાં ટોપ-૩માં પહોંચી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.