ટાટા મોટર્સ મફત સર્વિસ ચેક-અપ કેમ્પ સાથે ભારતીય રસ્તાઓ પર 22 લાખ ટાટા એસની સફળતાની ઉજવણી કરે છે
મુખ્ય રૂપરેખા
- રાષ્ટ્રવ્યાપી મફત સર્વિસ ચેક-અપ 31મી ઓગસ્ટ, 2019 સુધી.
- ભારતભરમાં 1400થી વધુ ડીલરો અને ટાટા ઓથોરાઈઝ્ડ સર્વિસ સ્ટેશન્સ (ટીએએસએસ) ખાતે આયોજન.
- સ્પેર પાર્ટસ અને મેઈનટેનન્સ રિપેર્સ પર ડિસ્કાઉન્ટ્સની ઓફર.
- બહેતર આફ્ટર સેલ્સ અનુભવ માટે 26થી વધુ પહેલોનો સમાવેશ ધરાવતી ટાટા મોટર્સ સંપૂર્ણ સેવા વિશે જાગૃતિ ફેલાવે છે.
22 લાખ ટાટા એસ વાહનો વેચવાની અપ્રતિમ સિદ્ધિની ઉજવણી કરતાં ભારતની અગ્રણી કમર્શિયલ વાહન બ્રાન્ડ ટાટા મોટર્સે 31 ઓગસ્ટ, 2019 સુધી ગ્રાહકો માટે મફત સર્વિસ ચેક-અપ કેમ્પ રજૂ કરવાની ઘોષણાકરી છે. આ કેમ્પેઈન હેઠળ ટાટા એસ અને ટાટા ઝિપ (બધા પ્રકાર) માલિકો મફત વાહન ચેક-અપ કરાવવા સાથે સ્પેર પાર્ટસ અને મેઈનટેનન્સ રિપેર્સ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. કંપની દેશભરમાં 1400થી વધુ ચેનલ પાર્ટનર આઉટલેટ્સમાં ટાટા ઓથોરાઈઝ્ડ સર્વિસ સ્ટેશન્સ (ટીએએસએસ)માં આ સર્વિસ કેમ્પનું આયોજન કરી રહી છે.
સર્વિસ કેમ્પનું લક્ષ્ય ગ્રાહકો અને ડ્રાઈવરોની મૂંઝવણોને દૂર કરવાનું અને એન્જિન તથા વાહનના મેઈનટેનન્સના મહત્ત્વ વિશે તેમને માહિતગાર કરવાનું છે. આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ થકી કંપની 30,000 ટાટા એસ અને ટાટા ઝિપ વાહનોની તપાસ કરવાનું લક્ષ્ય ધરાવે છે. ટાટા મોટર્સ તેમના સર્વિસ સ્ટેશન્સમાં કોલેટરલ ડિસ્પ્લે થકી પણ આ ઝુંબેશને પ્રોત્સાહન આપી રહી છે.
આ અવસરે બોલતાં ટાટા મોટર્સના માર્કેટિંગ અને સેલ્સ, સીવીબીયુના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી આર ટી વાસને જણાવ્યું હતું કે ટાટા એસ હજારો વેપાર સાહસિકોને તેમની વેપારી આકાંક્ષાઓને સાકાર કરવામાં મદદ કરીને એસસીવી સેગમેન્ટમાં આગેવાન રહી છે. માર્ગ પર 22 લાખ એસ વાહનોની અદભુત સીમાચિહનની ઉજવણી કરતાં મફત સર્વિસ ચેક-અપ ઝુંબેશ ગ્રાહકોને તેમનાં વાહનોનું આરોગ્ય સંવર્ધન કરવામાં અને કાર્યક્ષમતા અને કામગીરી બહેતર બનાવવામાં મદદરૂપ થશે. આ ઝુંબેશ થકી અમે અમારા ગ્રાહકો સાથે જોડાણ વધુ મજબૂત બનાવવા અને ગ્રાહક સંતોષ વધારવા પર ભાર આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
પરિપૂર્ણ આફ્ટર સેલ્સ અનુભવ આપવા માટે ટાટા મોટર્સ લગભ ગ 26 પહેલો તેના ગ્રાહકોને પૂરી પાડી રહી છે, જેમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છે:
- કસ્ટમર કેર એપ: સિંપલ વિંડો મોબાઈલ એપ્લિકેશન, જે ઈમરજન્સી એસઓએસ, સર્વિસ બુકિંગ સુવિધા, મેઈનટેનન્સ ટિપ્સ, સર્વિસ હિસ્ટરી, ડીલર લોકેશન જીપીએસ ટ્રિપ મીટર વગેરે સહિત ઘણા બધા ફીચર્સને પહોંચ આપે છે.
- ટાટા એલર્ટ: તે તમારા ટાટા વાહન માટે 24x 7 બ્રેકડાઉન સહાય અને ટેકો આપે છે, જેથી તમારો વેપાર અવરોધ વિના ચાલતો રહે.
- ટાટા ઝિપ્પી: તે રિવેર માટે આવતાં નવાં વાહનોનો શક્ય ટૂંકામાં ટૂંકો અપટાઈમ ઓફર કરે છે, જેથી તમારી સફળતાના પ્રવાસમાં કોઈ વિલંબ નહીં થાય.
- ટાટા કવચ: તે અકસ્માતી રિપેર માટે વાહનો માટે શક્ય ટૂંકામાં ટૂંકો અપટાઈમ ઓફર કરીને તમારો વેપાર પાટા પરથી ઊતરી નહીં જાય તેની ખાતરી રાખે છે.
- મોબાઈલ સર્વિસ વેન: આ સેવા સાથે ગ્રાહકો તેમના ઘેરબેઠાં ઝડપી સેવા મેળવી શકે છે.
ટાટા મોટર્સે ગ્રાહકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આક્રમક ગ્રાહકલક્ષી અભિગમ સાથે તેની પ્રોડક્ટસ અને સેલ્સ અને સર્વિસ નેટવર્ક, રિડાઈનિંગ, આધુનિક ડીલરશિપ્સનો વિકાસ અને રોકવામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. દેશભરમાં 2000થી વધુ સંપર્ક સ્થળો સાથે કંપની ગ્રાહક અનુભવ અને સુવિધા નોંધનીય રીતે સુધારવાની આશા રાખે છે અને પહોંચ અને ડ્રાઈવિંગની ગુણવત્તા પણ સુધારવા માગે છે, જેથી તેના ગ્રાહકો સાથે મજબૂત, દીર્ઘ સંબંધો નિર્માણ થાય.
એસની સ્મોલ કમર્શિયલ વાહનોની શ્રેણી ઉત્કૃષ્ટ સુરક્ષા પ્રદાન કરે છે, વિવિધ સ્થિતિઓમાં મહત્તમ કામગીરી પ્રદાન કરે છે, જાળવણીમાં આરામદાયક અને આસાન છે. એસ શ્રેણી ઈ-કોમર્સ ડિલિવરીને પહોંચી વળવાથી સ્વચ્છ ભારત માટે સ્વચ્છ ભારતના ધ્યેયમાં યોગદાન આપવા સુધી વિવિધ વેપાર જરૂરતો માટે ગ્રાહકલક્ષી છે.