ગુલબાઈ ટેકરાના ૮પ૪ પરિવારોને મકાન ફાળવવામાં આવશેઃ દેવાંગ દાણી

File
ગુલબાઈ ટેકરાની વર્ષો જુની ઝુંપડપટ્ટીના સ્થાને પાકા મકાનો બનશે
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાજય સરકારની ઝુંપડા ત્યાં પાકા મકાન પોલીસી અંતર્ગત શહેરની અનેક ઝુંપડપટ્ટીઓને દુર કરી તે જગ્યાએ વર્ષોથી વસવાટ કરતા ઝુંપડાવાસીઓને પાકાં મકાન બનાવી આપવામાં આવ્યા છે. આ જ પોલીસી અંતર્ગત ગુલબાઈ ટેકરાની વર્ષો જુની ઝુંપડપટ્ટી દુર કરી ત્યાં ૮૦૦ કરતા વધુ પરિવારોને પાકાં મકાનો આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ પશ્ચિમ ઝોન નવરંગપુરા વોર્ડમાં ગુલબાઇ ટેકરા નામે સ્લમ વિસ્તાર પૈકી ટી.પી. સ્કીમ નં.૨૦ એફ.પી.૨૮૨ માં આવેલ સ્લમને પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી) ઘટક, રાજય સરકારની ઝુંપડપટ્ટી પુનઃવસન અને પુનઃવિકાસ પોલીસી-૨૦૧૩ અંતર્ગત રી-ડેવલપમેન્ટ કરવા માટે પી.પી.પી. ધોરણે ટેન્ડર મંગાવી મંજુર કરવામાં આવી છે.
નવરંગપુરાની ટી.પી.૨૦ એફ.પી.૨૮૨ નો પ્લોટ એરીયા ૧૨૦૮૫ ચો.મી. જેટલો છે જે પૈકી ૧૦૪૮૮.૧૦ ચો.મી.કુલ ૮૫૪ આવાસો તથા ૧૦ દુકાનો નાં બાંધકામ કરવામાં આવશે.સદર આવાસો ૩૦ ચો.મી. કાર્પેટ એરીયા ધરાવતા હશે. જેમાં ૧ બેડરૂમ, રસોડું, ચોકડી, ડ્રોઇંગરૂમ, બાથરૂમ, સંડાસ વિગેરેની સુવિધાઓ હશે. આ ઉપરાંત પેસેજમાં અને કોમન એરીયામાં ન્ઈડ્ઢ લાઇટીંગ, સોલર રૂફટોપ,
ગેસ કનેકશન, વીટ્રીફાઇડ ટાઇલસનું ફલોરીંગ, કોટા સ્ટોનનું કીચન પ્લેટફોર્મ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, એમ.એસ. વિન્ડોઝ વિથ ગ્લાસ જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આકર્ષક એલીવેશન, પાણી અને ડ્રેનેજલાઈન, આંગણવાડી/ હેલ્થ સેન્ટર, આર.સી.સી. રોડ, ગેટ સાથે કમ્પાઉન્ડ વોલ, ન્ઈડ્ઢ લાઈટીંગ, પેવડ પાર્કગ, ડયુઅલ પ્લંબીંગ, આઈ.એસ.આઈ. સ્ટાન્ડર્ડ ધરાવતી લીફટ, એસ.ટી.પી., પરકોલોશન વેલ જેવી સુવિધાઓ પણ હશે.
હાલમાં કોન્ટ્રાક્ટ દ્વારા સ્લમ સર્વે કરી માન્ય પુરાવા ધરાવતા ૮૫૧ આવાસો તથા ૧૦ દુકાનનાં લાભાર્થીઓને ભાડાના ચેક વિતરણ કરી ઝુપડા/મકાન નું પઝેશન મેળવી તેનું ડિમોલીશનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે.