અગ્રણી બજારોની સરખામણીમાં ભારતમાં લ્યુબ્રિકન્ટ્સની માંગમાં વૃદ્ધિની સૌથી વધુ સંભાવના
મુંબઈ, શાઈનિંગ બ્રાઈટઃ અનલોકિંગ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઈન્ડિયન લ્યુબ્રિકન્ટ્સ માર્કેટ્સ વિષય પર યોજાયેલી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં ક્લાઈન એન્ડ કંપની દ્વારા રજૂ કરાયેલા નવીનતમ સંશોધન તારણો અનુસાર, ભારતમાં લ્યુબ્રિકન્ટ્સની માંગમાં નોંધપાત્ર વૃદ્ધિની સંભાવનાને કારણે આપણો દેશ વૈશ્વિક લ્યુબ્રિકન્ટ માર્કેટમાં એક બ્રાઈટ સ્પોટ બની ગયો છે.
આ કોન્ફરન્સમાં ભાગ લેનારા ઉદ્યોગના દિગ્ગજોએ પણ વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા લ્યુબ્રિકન્ટ્સ બજાર વિશે સર્વાનુમતે આ જ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. Gulf Oil – India shows strongest growth potential for Lubricants demand among major consuming markets.
ક્લાઈનના ગ્લોબલ લુબ્રિકન્ટ્સ 2022: માર્કેટ એનાલિસિસ એન્ડ એસેસમેન્ટ રિપોર્ટ અનુસાર, ભારતનું લ્યુબ્રિકન્ટ માર્કેટ વર્ષ 2027 સુધીમાં 3%ના સીએજીઆરથી વધશે. વૈશ્વિક સ્તરે ટોચના પાંચ મુખ્ય લ્યુબ્રિકન્ટ્સ-વપરાશ કરનારા દેશોમાં ભારત મજબૂત લ્યુબ્રિકન્ટ માંગ વૃદ્ધિની સંભાવના ધરાવતો એકમાત્ર દેશ છે.
તેનાથી વિપરીત, યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, જાપાન અને રશિયા જેવા અન્ય બજારોમાં લ્યુબ્રિકન્ટની માંગ વૃદ્ધિમાં ઘટાડો અથવા મંદી જોવા મળે તેવી શક્યતા છે. આગામી પાંચ વર્ષમાં, ઇલેક્ટ્રિક વાહનોના ઉદભવ છતાં, ભારતમાં લ્યુબ્રિકન્ટનો વપરાશ વધતો રહેશે. આ સાથે જ ઇલેક્ટ્રિક વાહનોના લીધે ખાસ રીતે તૈયાર કરાયેલા ફ્લુઈડ્સ જેમ કે ઈવી ફ્લુઈડ્સ અથવા ઈ-ફ્લુઈડ્સની પણ માંગ ઊભી થશે.
ક્લાઈન એન્ડ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ મિલિન્દ ફડકેના જણાવ્યા અનુસાર, “આ દાયકાના અંત સુધીમાં, રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા નવી ક્ષમતા વધારાને કારણે બેઝ ઓઈલના સ્થાનિક પુરવઠામાં વધારો થશે જેના લીધે દેશમાં લ્યુબ્રિકન્ટ સપ્લાય ચેઈન વધુ મજબૂત થશે.”
2021માં, કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં નોંધપાત્ર ઘટાડા પછી ભારતનું લ્યુબ્રિકન્ટ બજાર બે આંકડાની વૃદ્ધિ સાથે બાઉન્સ બેક થયું હતું. બજારે આગળ વધવાનું ચાલુ રાખ્યું અને 2022માં રોગચાળા પૂર્વેની માંગના સ્તરને વટાવી ગયું હતું.
રોગચાળા અને રશિયા-યુક્રેન યુદ્ધથી સંબંધિત ભૌગોલિક રાજકીય મુદ્દાઓ દ્વારા ઊભા થયેલા પડકારો છતાં, નાણાંકીય વર્ષ 2022-2023માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર હતું. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર, દેશ આગામી પાંચ વર્ષમાં આ વૃદ્ધિ ગતિ જાળવી રાખે તેવી સંભાવના છે જે વાર્ષિક 6%ના દરે વધશે.
ડિજિટલ ઈકોનોમી, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે થતા ખર્ચમાં વધારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વધેલા રોકાણો જેવા પરિબળોના લીધે આ વૃદ્ધિને પ્રોત્સાહન મળી રહ્યું છે. 2022માં માથાદીઠ જીડીપીની સરખામણીમાં 2035 સુધીમાં માથાદીઠ જીડીપી લગભગ ત્રણ ગણો થઈ જશે. આ વૃદ્ધિ માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળશે.
વસ્તીમાં સૌથી વધારે વધારો મુખ્યત્વે ઓછી આવક ધરાવતા વર્ગ અથવા મધ્યમ વર્ગમાં થઈ રહ્યો છે જેથી મોબિલિટીના ઉપયોગનું વધુ ધ્યાન કિંમતો ઓછી રાખવા અને સુગમતા પર છે. જાહેર પરિવહન અને ટુ-વ્હીલર માટે વપરાશકર્તાની પસંદગી પર કિફાયતીપણાનો મોટો પ્રભાવ રહ્યો છે. આમ, ટુ-વ્હીલર્સ પર્સનલ મોબિલિટી સ્પેસ અને મોટરસાઇકલ ઓઇલની માંગ વધારવાનું ચાલુ રાખશે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, 2019-2021 મુજબ, માત્ર 8% પરિવારો પાસે કાર હતી, જ્યારે 50% થી વધુ પરિવારો ટુ-વ્હીલર (સાયકલ સહિત) પર નિર્ભર હતા. આ સૂચવે છે કે, પશ્ચિમી દેશોથી વિપરીત, ભારતમાં કારની માલિકી વધારવાની ક્ષમતા છે. કારની માલિકી એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે
અને વસ્તીના નોંધપાત્ર પ્રમાણમાં લોકો કે જેમની પાસે હાલમાં કાર નથી તે પણ કાર ખરીદવા માંગે છે. પરિણામે, ભારતમાં કારની માલિકી 2022 અને 2040ની વચ્ચે બમણી થઈ શકે છે. ક્લાઈનના અંદાજ મુજબ કન્ઝ્યુમર ઓટોમોટિવ લ્યુબ્રિકન્ટ્સની માંગ 2022 અને 2027 વચ્ચે 3.5% સીએજીઆર દરે વધશે.
ક્લાઈન એન્ડ કંપનીના ડિરેક્ટર સત્યન ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ઉચ્ચ-મૂલ્યના ઓછી વિસ્કોસિટીવાળી સિન્થેટીક પ્રોડક્ટ્સના વપરાશમાં વધારો થવા સાથે આ સમયગાળા દરમિયાન બજાર મૂલ્ય 6.0%ના વધુ સીએજીઆરથી વધવાની આશા છે.”
મારૂતિ સુઝુકી, તાતા અને હ્યુન્ડાઈ જેવા ઈકોનોમિક અને મધ્ય-સ્તરના કાર ઉત્પાદકો સહિત મોટાભાગના ઓરિજીનલ ઈક્વિપમેન્ટ મેકર્સ (ઓઈએમ) નીચી વિસ્કોસિટીવાળા ગ્રેડની ભલામણ કરી રહ્યા છે જે સંપૂર્ણપણે સિન્થેટિક લ્યુબ્રિકન્ટનો ઉપયોગ જરૂરી બનાવે છે. અન્ય જાપાનીઝ ઓઈએમ જેમ કે હોન્ડા, ટોયોટા અને નિસાન જેવી અન્ય કંપનીઓએ પણ તેમના મોટાભાગના મોડલ માટે 0W-20 એન્જિન ઓઈલની ભલામણ કરી છે.
બીટુબી સેગમેન્ટ (કોમર્શિયલ ઓટોમોટિવ અને ઈન્ડસ્ટ્રીયલ લ્યુબ્રિકન્ટ્સ) 2022 અને 2027 વચ્ચે 2.7%ની સીએજીઆરથી થોડી ઓછી વૃદ્ધિ નિહાળશે. આ સેગમેન્ટમાં પણ, મૂલ્ય વોલ્યુમ કરતાં વધુ ઝડપથી (સીએજીઆર 6.9%) વધવાની અપેક્ષા છે.
વાહનોના માલિકો ઉચ્ચ ગુણવત્તાવાળા લ્યુબ્રિકન્ટ્સનો વધુ ઉપયોગ કરી રહ્યા છે જેના લીધે કોમર્શિયલ ઓટોમોટિવ લ્યુબ્રિકન્ટ્સના બજારમાં પરિવર્તન આવવાની ધારણા છે. આ પરિવર્તન પર વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીની ઘણી મોટી અસર પડશે, જેનાથી ચોક્કસ સમયગાળાથી વધુ જૂના વાહનોનું સ્ક્રેપેજ વધશે અને ત્યારબાદ નવા વાહનોની સંખ્યામાં વધારો થશે. મોટાભાગના ઓઈએમ ભારતમાં BS-IV વાહનો માટે API CI-4 PLUS સ્પેસિફિકેશન સાથે 15W-40 ગ્રેડ એન્જિન ઓઈલનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.
હેવી-ડ્યુટી મોટર ઓઇલ માર્કેટમાં પણ નીચી વિસ્કોસિટી ગ્રેડ તરફનો ઝુકાવ જોવા મળ્યો છે. ભારતમાં અગાઉ, મુખ્યત્વે યુરોપિયન ઓઈએમ 10W-40ના ઉપયોગની ભલામણ કરતા હતા પરંતુ હવે ભારતીય ઓઈએમ પણ BS-VI વાહનોમાં 10W-30 વિસ્કોસિટી -ગ્રેડ ઓઈલ સિવાય તેમના ઉપયોગની ભલામણ કરે છે.
ઈન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં, માઇનિંગ પ્રોજેક્ટ્સ, સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, પાવર પ્લાન્ટ્સ અને સ્ટીલ પ્લાન્ટ્સમાં વધારો થવાથી આ ઉદ્યોગોના ઉત્પાદનમાં વધારો થશે, જેના પગલે આગાહીના સમયગાળા દરમિયાન ઈન્ડસ્ટ્રીયલ લ્યુબ્રિકન્ટ્સની માંગને ટેકો મળશે.
મેક ઈન ઈન્ડિયા અને ઈન્વેસ્ટ ઈન્ડિયા કાર્યક્રમો દ્વારા સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રમાં વિદેશી અને સરકારી રોકાણમાં વધારો ઈન્ડસ્ટ્રીયલ લ્યુબ્રિકન્ટ્સની માંગમાં વૃદ્ધિને ટેકો આપશે. વધુમાં, ઇલેક્ટ્રિક વાહનો તરફ વૈશ્વિક પરિવર્તન ઓટોમોટિવ ઉત્પાદકો માટે નવી સંભાવનાઓ ખોલશે અને આ સંભવિતપણે ભારતને પસંદગીના લ્યુબ્રિકન્ટ્સ માટે નિકાસનું કેન્દ્ર બનાવી શકે છે.
ડિજીટલાઇઝેશન, સર્વિટાઇઝેશન અને સસ્ટેનેબિલિટી, આ ત્રણ, એકબીજા સાથે જોડાયેલા મેગાટ્રેન્ડ્સ ભવિષ્યમાં ભારતના ઈન્ડસ્ટ્રીયલ લ્યુબ્રિકન્ટની માંગ વૃદ્ધિ વિકાસને આકાર આપશે. ડિજિટાઈઝેશનમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને રોબોટિક્સનો સમાવેશ થાય છે, તેની સાથે વધેલી સર્વિટાઇઝેશન (લ્યુબ્રિકેશન-એઝ-અ-સર્વિસ/ઇક્વિપમેન્ટ-એઝ-અ-સર્વિસ), ડિજિટાઈઝેશન કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે અને ઔદ્યોગિક ક્ષેત્રને વધુ ટકાઉ બનવામાં મદદ કરી શકે છે.