Western Times News

Gujarati News

ટેલિગ્રામમાં ટ્રેડિંગ કરનાર ગુંજાના યુવકના રૂ. ૪.૧૦ લાખ ડુબી ગયા

મહેસાણા, વિસનગર તાલુકાના ગુંજા ગામના અને બીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવકને નાણાં કમાઈ લેવાની લાલચે ટેલિગ્રામની લિંકથી ટ્રેડીંગ કરવાનું ભારે પડ્યું છે. ટેલીગ્રામ લિંકની હેન્ડલર રાખી નામની વ્યક્તિએ વિશ્વાસમાં લઈ ટ્રેડિંગ કરાવતાં યુવકને રૂ. ૪.૧૦ લાખ ખોવાનો વારો આવ્યો છે.

યુવકે ૧૯૩૦ નંબર ઉપર ફરિયાદ આપતાં વિસનગર તાલુકા પોલીસે ટેલિગ્રામ લિંકના અજાણ્યા એડમીન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.વિસનગરના ગુંજા ગામના કસ્બાવાસમાં પરિવાર સાથે રહેતો અને વિસનગરની એમએન કોલેજમાં બીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો ૨૦ વર્ષિય નૌમાનખાન ઈજાજખાન કુરેશી પોતાના મોબાઈલમાં વોટ્‌સએપ ટેલીગ્રામ એપ્લીકેશનનો ઉપયોગ કરતો હોઈ તેને ગત માર્ચ મહિનામાં એક અજાણ્યા વોટ્‌સએપ નંબરથી હોટલ રિવ્યુ કરવા માટે મેસેજ તેમજ હોટલની લીંક આવી હતી.

આ લીંક ખોલતા રિવ્યુ આપ્યા બાદ યુવકના બેન્ક ખાતામાં રૂ. ૨૦૫ જમા થયા હતા. ત્યારબાદ અવાર-નવાર લીંકના આધારે યુવક નાણાં કમાતા તેને વધુ લાલચ જાગી હતી. ત્યારબાદ પાછળથી આવેલી ટ્રેડીંગની લીંકના આધારે યુવક પોતાની ગુગલ આઈડીથી ટેલગ્રામ ગ્›પમાં ઓનલાઈન જોડાયો હતો.

ત્યારબાદ યુવકે ઓનલાઈન ટ્રેડીંગ કરતા કરતા રૂ. એક લાખ જેટલી રકમ કોઈનસ્ટ્રે.સીસી ટ્રેડીંગ લીંકમાં જમા બતાવતા હતા. આ રકમ ઉપાડવા યુવકે ગ્›પમાં મેસેજ કરતા તેને લીંક મોકલી આપી વાત કરવાનું જણાવ્યું હતું.

જેથી તેણે વાત કરતા તે કાયમી ગ્રાહક ન હોવાથી નાણાં ઉપાડવા બીજા રૂ. ૨.૧૦ લાખ જમા કરવવાનું કહ્યું હતું. ત્યારબાદ અવનવા બહાને યુવક પાસે રૂ. ૪.૧૦ લાખ જમા કરાવી પરત ન આપતા કંટાળી યુવકે ગત ૧૯મી માર્ચ ૨૦૨૫ના રોજ સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નં. ૧૯૩૦ ઉપર છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જેના આધારે વિસનગર તાલુકા પોલસે યુવક સાથે ઓનલાઈન આર્થિક છેતરપિંડી કરનાર ટેલીગ્રામ લીંકના અજાણ્યા એડમીન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.