પત્ની દેબિનાને બચાવવા જતાં ગુરમીતને પહોંચી ઈજા
મુંબઈ, ન્યૂ યરની પૂર્વ સંધ્યાએ યોજાયેલી એક ઈવેન્ટમાં ભાગ લીધા બાદ એક્ટર ગુરમીત ચૌધરી ઈજાગ્રસ્ત થયો હતો. તેનું લાઈવ પર્ફોર્મન્સ ખતમ બાદ જ્યારે તે સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યો હતો તે વખતે સેલ્ફી લેવા માટે ફેન્સના ટોળાએ તેને ઘેરી લીધો હતો અને પત્ની દેબિના બેનર્જીને બચાવવા અને સુરક્ષિત રીતે કાર સુધી પહોંચાડવા જતાં તેને પગ વાગ્યું હતું.
એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં તેણે કહ્યું હતું ‘પર્ફોર્મન્સ ખતમ થયા બાદ બેકસ્ટેજ મોટી સંખ્યામાં ફેન્સ ભેગા થયા હતા. ઘણી ભીડ હતી અને તેઓ ફોટો પડાવવા માટે સ્ટેજ પર આવી ગયા હતા, મારા માટે બેલેન્સ જાળવવાનું મુશ્કેલ થઈ ગયું હતું અને મારો પગ વળી ગયો હતો.
દેબીના અને અન્ય ફેન્સને પણ ઈજાગ્રસ્ત થતા બચાવવા હતા કારણ કે ઘણી વખત એવું બને છે કે આટલી ભીડમાં લોકોને ઈજા પહોંચે છે. અમે ગમે તેમ કરીને તે ભીડમાંથી બચીને બહાર આવ્યા હતા. ગુરમીત ચૌધરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે જાેઈને કેટલાક યૂઝર્સે તેની મજાક ઉડાવી તો કેટલાક તેની પ્રશંસા કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું ‘ઓહ માય ગોડ…કેટલું વધારે વાગ્યું છે.
તેને ઈમરજન્સીમાં લઈને જાઓ યાર!’, એકે લખ્યું ‘આને કહેવાય પોતાની મજાક જાતે ઉડાવવી’, એક યૂઝરે કોમેન્ટ કરી ‘અરે બાપ રે, ઈમરજન્સી રૂમમાં દાખલ કરવો પડશે. ગંભીર ઈજા પહોંચી છે. કોઈ ડોક્ટરને બોલાવો. શ્વાસ પણ નથી લઈ શકતો’.
અન્યએ લખ્યું ‘ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ બધુ કામ છોડીને પહેલા આ ભાઈને ઠીક કરો’. એક ફેને તેના વખાણ કર્યા અને ‘અદ્દભુત’ વ્યક્તિ ગણાવો. એક ફેને ભીડ પર આક્રોશ વ્યક્ત કરતાં લખ્યું ‘ભીડનું ધ્યાન રાખવું જાેઈએ, આ રીતે કોઈના પર ન તૂટી પડવું જાેઈએ.
ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીની મુલાકાત ‘રામાયણ’ના સેટ પર થઈ હતી અને સાથે કામ કરવા દરમિયાન તેઓ પ્રેમમાં પડ્યા હતા. આ સીરિયલમાં તેમણે રામ અને સીતાનું પાત્ર ભજવ્યું હતું. ૨૦૧૧માં તેમણે લગ્ન કર્યા હતા અને આશરે ૧૦ વર્ષના લગ્નજીવન બાદ એપ્રિલ, ૨૦૨૨માં દીકરી લિયાનાનો જન્મ થયો હતો. એક્ટ્રેસ ફરી પ્રેગ્નેન્ટ થઈ હતી અને આઠ મહિના બાદ બીજી દીકરીને જન્મ આપ્યો હતો.
કપલે હજી સુધી તેનો ચહેરો દેખાડ્યો નથી કે નામની પણ જાહેરાત કરી નથી. હાલમાં જ કપલે બંને દીકરીઓ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી.SS1MS