સારંગપુર BAPS સ્વામીનારાયણ મંદિરમાં ગુરુહરી પ્રસન્નતા વૈદિક મહાયોગ યોજાયો
૧૬૮૦ યજમાનો દ્વારા ૧,૦૯,ર૦૦ જેટલા હોમ અર્પણ કરાયા
રાજકોટ, પ્રમુખ સ્વામી મહારાજન ગુરુ યોગીજી મહારાજને ૧૩ર મી જન્મતીથી નિમીત્તે સારંગપુરમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતીમાં આજે ગુરુહરીનું પુજન અને શુભ સંકલ્પોની પુર્તિ માટે વિશીષ્ટ મહાયોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે ૪.૩૦ વાગે મહાયોગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જે ૭ વાગે પુર્ણ થયાં હતો. આ વૈદિક મહાયાગમાં ૧૦પ જેટલા યજ્ઞકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફ્રીકા લંડન વગેરે દેશ-વિદેશના ૧૬૮૦ જેટલા યજમાનોએ સમુહમાં સ્વાહના નાદ સાથે કુલ ૧,૦૯,ર૦૦ જેટલી આહુતીઓ અર્પણ કરી હતી. કુલ ૭ વેદપાઠી બાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો.
જેમાં સંસ્કૃત મહાવિધાલયના ૬૦ વિધાર્થીઓ પણ યજ્ઞવિધીમાં જોડાયા હતા. મહંત સ્વામી મહારાજે આ મહાયાગમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રનો સમાજનો ઉત્કર્ષ થાય અને સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં શાંતિ પ્રવર્તે તેવા શુભ સંકલ્પ સાથે યજ્ઞમાં આહુતીઓ અર્પણ કરી હતી. વિશેષ આશીર્વાદમાં તેઓએ આજના દિવસે ગુરુ યોગીજી મહારાજની સ્મૃતિઓ કરી હતી
અને આજના પરીણામ અંતર્ગત રાષ્ટ્રનો ઉત્તરો તર વિકાસ થાય એ માટે શુભ સંકલ્પ અને પ્રાર્થના કરી હતી. સમગ્ર મહાયાગ દરમ્યાન મંદીર પરીસરનું વાતાવરણ વૈદીક વાતાવરણની અનુભુતી કરાવનારું બની ગયું હતું. બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા યોજાયેલા મહાયાગથી અહિસક તથા ભકિતમય ભારતીય યજ્ઞ પરંપરાનું પોષણ થયું હતું.