Western Times News

Gujarati News

ગુરુકુલ કુરુક્ષેત્રમાં ભારતીય આર્ય ભજનોપદેશક પરિષદનું વાર્ષિક અધિવેશન : વરિષ્ઠ ભજનોપદેશકોનું સન્માન કરાયું

હવે  પ્રાકૃતિક ખેતીને બનાવો આગામી મિશન, તેને જન-જન સુધી પહોંચાડો : રાજ્યપાલ 

ભારતીય આર્ય ભજનોપદેશક પરિષદનું વાર્ષિક અધિવેશન આજે ગુરુકુલ કુરુક્ષેત્ર ખાતે સંપન્ન થયું હતું. અધિવેશનના મુખ્ય અતિથિગુજરાતના રાજ્યપાલ  અને ગુરુકુલ કુરુક્ષેત્રના સંરક્ષક શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના ઉપદેશકોને સંબોધતાં કહ્યું કેહવે તેઓ પ્રાકૃતિક ખેતીને પણ પોતાનું મિશન‘ બનાવો અને હિન્દી આંદોલન તથા ગૌરક્ષા આંદોલનની જેમ જન-જન સુધી પહોંચાડો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કેઆર્ય સમાજે હંમેશાં સમાજમાંથી કુરિવાજોપાખંડઅંધશ્રદ્ધા અને છુત-અછૂત જેવી સામાજિક બદીઓને દૂર કરી માનવ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આજે એવી જ જાગૃતિ ખેતી ક્ષેત્રે લાવવાની જરૂર છેકારણ કે રાસાયણિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા યુરિયાડીએપી અને પેસ્ટિસાઈડ્સથી ભૂમિપાણીપર્યાવરણ અને સ્વાસ્થ્ય બધું જ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. આ સંકટનો એકમાત્ર ઉકેલ છે – પ્રાકૃતિક ખેતી.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેઆજે સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે નાનાં નાનાં બાળકોને પણ કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થવા લાગી છે. વૈજ્ઞાનિક અભ્યાસમાં માતાના દુધમાં પણ યુરિયાની પુષ્ટિ થઈ છે. દરેક ઘરમાં ડાયાબિટીસબ્લડ પ્રેશર જેવી બીમારીઓના દર્દીઓ છે અને તેનું મુખ્ય કારણ છે રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતો આહાર. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ચેતવણી આપી છે કેઆવતા ૧૦થી ૧૫ વર્ષોમાં ભારતમાં કેન્સર વિસ્ફોટ થઈ શકે છે. આવા સમયમાં માનવ કલ્યાણ અને પ્રકૃતિના રક્ષણ માટે દેશે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવું અત્યંત આવશ્યક છે.

તેમણે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના પૂર્વે ગૌકૃષિ આદિ રક્ષિણી સભાની સ્થાપનાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કેતેમનો ઉદ્દેશ હતો કે ગૌમાતાનું રક્ષણ થાય અને લોકો સુધી શુદ્ધ-સાત્વિક અન્ન પહોંચે. પરંતુ આજની રાસાયણિક ખેતીમાં ગૌવંશની ભૂમિકા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છેજેના કારણે ગૌવંશ રસ્તાઓ પર દુર્ઘટનાનું કારણ બની રહ્યા છે. આપણે વધુ ઉત્પાદનની લાલચમાં યુરિયાપેસ્ટિસાઈડ અને ડીએપીનો ઉપયોગ કરી ભૂમિને વેરાન અને ભૂગર્ભ જળને દૂષિત બનાવી દીધું છે.

 

 

પોતાના સંબોધનમાં તેમણે પ્રાકૃતિકરાસાયણિક અને જૈવિક ખેતી વચ્ચેનો મૂળભૂત તફાવત વિગતવાર સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કેપ્રાકૃતિક ખેતીથી ગૌમાતાનું રક્ષણ થશેભૂગર્ભ જળસ્તર ઊંચું આવશેપર્યાવરણ સુધરશે અને જમીનની ઉપજ શક્તિમાં વધારો થશે. સાથે જ લોકો સુધી શુદ્ધ અનાજ પહોંચશેજેનાથી તેઓ સ્વસ્થ અને નીરોગી રહેશે અને ખેડૂતોને પાકનું બમણું મૂલ્ય મળશેજેનાથી તેઓ આર્થિક રીતે સ્વાવલંબી બનશે.

આ અવસરે પરિષદના પ્રમુખ શ્રી સહદેવસિંહ બેધડકઉપપ્રમુખ પંડિત યોગેશ દત્તમહામંત્રી કૈલાશ કર્મઠદિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી વિનય આર્યગુરુકુલના પ્રમુખ રાજકુમાર ગર્ગરાજ્યપાલના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર તેમજ દેશના વિવિધ ભાગોમાંથી પધારેલા અનેક આર્ય વિદ્વાનોઉપદેશકો અને ભજનોપદેશકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં પરિષદના તમામ સભ્યોએ શ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં ગુરુકુલના પ્રાકૃતિક કૃષિ ફાર્મનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ ઉદાહરણોથી પ્રાકૃતિક ખેતીના લાભો પ્રત્યક્ષ નિહાળ્યા હતા. તમામ ઉપસ્થિતોએ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને પ્રાકૃતિક કૃષિને સમાજમાં ક્રાંતિ લાવવાનું શક્તિશાળી સાધન ગણાવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ગુરુકુલ વ્યવસ્થાપક સમિતિ દ્વારા આર્ય સમાજના વરિષ્ઠ ભજનોપદેશકોને સન્માનિત કરવામાં આવ્યા. શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુરુકુલના પ્રમુખ શ્રી રાજકુમાર ગર્ગ દ્વારા શ્રી ધનિરામ બેધડકમાસ્ટર હરિસિંહબીરસિંહ આર્યઅમરસિંહપંડિત સીતારામ તથા શ્રીમતી સંતોશબાલા આર્યાને શૉલશ્રીફળ તથા ૧૧,૦૦૦ની રકમ આપીને તેમની સેવા અને યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા.

અધિવેશનમાં ઉપસ્થિત તમામ વિદ્વાનો અને ઉપદેશકો એ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંદેશને હૃદયપૂર્વક આવકારીને સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીના જનજાગૃતિ અભિયાનને ગતિ આપવાનો સંકલ્પ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.