બોચાસણ ખાતે ગુરૂપર્ણિમાની ભક્તિસભર ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) આણંદ, સોમવારના અષાઢી પૂર્ણિમા અર્થાર્થ વ્યાસ પૂર્ણિમાના પવિત્ર દિવસે બી. એ. પી. એસ. ના પરમ પવિત્ર તીર્થધામ ખાતે પરંપરાગત ગુરુપૂર્ણિમાનો ઉત્સવ સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન ગુરુવંદના,
ગુરુમહિમા અને ગુરુઋણની અભિવ્યક્તિના ભાવસભર કાર્યક્રમોની શૃંખલા સાથે ગુણાતીત ગુરુવર્યોની સ્મૃતિ સાથે વરિષ્ઠ સદગુરુ સંતોના પાવન સાનિધ્યમાં યોજાયેલ હતો. આદિ ગુરૂ ભગવાન વેદવ્યાસે ચાર વેદોનું વિભાજન કરીને સુસંસ્કૃત સમાજની રચના કરી હતી.
વહેલા સવારથી બોચાસણ ખાતે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં આરતી દર્શન માટે હરિભક્તો ભાવિકો મોટી સંખ્યામાં પધાર્યા હતા. આ પ્રસંગે સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામીએ ગુરુમહિમાને દૃઢવતા જણાવ્યું “ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં પધારીને મોટામાં મોટું કાર્ય એ કર્યું છે
કે તેઓ ગુણાતીત સંત દ્વારા અખંડ પ્રગટ રહ્યા છે. અનેક જીવોને પામર માથી મુક્ત બનાવ્યા છે. આ ગુણાતીત ગુરૂપરંપરાના પ્રત્યેક ગુરુઓના યોગથી લાખો લોકોના જીવન પરિવર્તન થયા છે.” આ પ્રસંગે વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનેશ્વરસ્વામીએ ગુણાતીત ગુરુઓના ભગવાન સાથેના તાદાત્મ્ય, એમના જીવનના કેન્દ્રમાંમાં ભગવાન છે એ વિષયક ગુરુ મહિમા રેલાવ્યો હતો.
આ પ્રસંગે સદગુરુ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામીએ ગુરુમાં જાેડાણ અંગે વાત કરતા જણાવ્યું કે “જેમ વીજળી મથક ઘરની નજીક હોય પણ તેની સાથે જાેડાણ ન હોય તો ઘરમાં ઉજાસ થાય નહિ, તેમ ગુણાતીત ગુરુ તો મળ્યા પરંતુ તેમાં યોગ્ય જાેડાણ ન થાય, તેમાં વિશ્વાસ ન આવે તો કામ ન થાય.