૧૪૯ વર્ષ બાદ ગુરૂપૂર્ણિમા-ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ રાજ્યના લોકોને ૧૪૯ વર્ષ બાદ નીહાળવા મળ્યો હતો. ચંદ્રગ્રહણ જાવા મધરાત્રીએ પશ્ચિમ વિસ્તારમાં ઘણા ધાબાઓ પર નગરજનો ચંદ્રગ્રહણ જાતા હતા.
બરાબર રાત્રે ૧.૩૦ કલાકે દેખાયેલા આ ખગ્રાસ ચંદ્રગ્રહણ સવારે ૪.૩૦ કલાકે પૂરૂ થયુ હતુ. ચંદ્રગ્રહણનો નઝારો પણ અનેરો હતો. ગ્રહણ છુટ્યા બાદ ધાર્મિક માન્યતા પ્રમાણે સ્નાન અને દાનનો મહિમા છે. તે પ્રમાણે આજે મંદિરોમાં, ગરીબોને લોકો દાન આપતા જાવા મળતા હતા.
સુરતમાં પણ ચંદ્રગ્રહણ જાવા સેંકડો લોકો ધાબા ઉપર જઈ ચંદ્રગ્રહણને અનેખો અંદાજ જાયો હતો. ૧૪૯ વર્ષ બાદ ગુરૂપૂર્ણિમા તથા ચંદ્રગ્રહણનો સંયોગ ખુબ જ દુર્લભ હોય છે. તેથી કેટલાક શા†કારો આ ચંદ્રગ્રહણ દેશ માટે શુભ માને છે.