Western Times News

Gujarati News

દક્ષિણ કેલિફોર્નિયામાં વેગીલા પવનોથી જંગલોમાં આગ ફાટી નિકળી

લોસ એન્જલસ, દક્ષિણ કેલિફોર્નિયામાં પવનોની ગતિ વધવાને કારણે બે જંગલ વિસ્તારમાં નવસેરથી આગ ફાટી નીકળી હતી. લોસ એન્જેલસમાં બે સપ્તાહ પહેલાં લાગેલી અને હજુ ચાલતી આગને કારણે ફાયરબ્રિગેડ હાઇ એલર્ટ પર છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કિનારાના વિસ્તારોમાં પ્રતિ કલાક ૧૧૩ કિમી. અને પહાડી વિસ્તારોમાં ૧૬૦ કિમી.ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.હવામાન વિભાગે લોસ એન્જલસ, વેન્ચુરા અને સેન ડિયેગોના અમુક વિસ્તારોમાં માટે જોખમી સ્થિતિની ચેતવણી આપી છે.

આ વિસ્તારોમાં ભેજના ઓછા પ્રમાણ અને ભારે પવનને કારણે આગને વેગ મળી શકે. ઓક્સનાર્ડના હવામાન વિભાગના નિષ્ણાત એન્ડ્‌› રોરકેએ જણાવ્યું હતું કે, “આગ શરૂ થશે તો તે બહુ ઝડપથી ફેલાવા માટે સાનુકૂળ સ્થિતિ છે.” કેલિફોર્નિયાના જંગલ વિભાગે જણાવ્યું હતું કે, “સેન ડિયેગો કાઉન્ટીમાં નાના પ્રમાણમાં બે સ્થળે આગ લાગી હતી. તેને લીધે લગભગ ૫૦ હેક્ટરના વિસ્તારમાં જમીન બળી ગઇ હતી.

મધ્યમ ગતિએ ફેલાતી આગથી કેટલીક પ્રોપર્ટીને નુકસાન થયું હતું.” ફાયરબ્રિગેડની કામગીરીને લીધે પાલા ફાયર અટકાવવામાં સફળતા મળી હતી.દરમિયાન સોમવારે લોસ એન્જલસમાં લાગેલી આગને ઝડપથી બુઝાવી દેવાઈ હતી. આગ જાણીતી ‘ગ્રિફિથ ઓબ્ઝર્વેટરી’ની દક્ષિણમાં લાગી હતી.

લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ડેવિડ ક્યુલરે જણાવ્યું હતું કે, “આગ લગાવનાર શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવાયો છે.” ફાયરબ્રિગેડે લોસ એન્જલસની પડોશમાં આવેલી ગ્રેનેડા હિલ્સની આગને ઝડપથી નિયંત્રિત કરવામાં સફળતા મેળવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.