Western Times News

Gujarati News

શહેરા તાલુકા સેવાસદનની દિવાલો પર ગુટખાની પિચકારીઓ મારી “સ્વચ્છ ભારત અભિયાન”ના લીરેલીરા ઉડાવતા વ્યસનીઓ

પ્રતિકાત્મક તસવીર

શહેરા, શહેરા તાલુકા સેવાસદનની કેટલીક દિવાલોના ખુણાઓ પર પાન તમાકુ માવા મસાલાની પિચકારીઓ જાેવા મળી રહી છે. જેના કારણે સેવાસદનની શોભામાં જાણે કાળી ટીલી લાગી હોય તેવી પરિસ્થીતી જાેવા મળી રહી છે. એકબાજુ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સરકારી કચેરીઓ બનાવે છે

ત્યારે આવા કચેરીઓની દિવાલોને કેટલાક વ્યસનીઓ ગંદકીમાં ફેરવી નાખી રહ્યા છે.પાન ગુટખાની પિચકારી મારીને દિવાલોને ગંદી કરી દીધી છે. ત્યારે તંત્ર દ્વારા પણ આવી ગંદકી કરનારા લોકો સામે પગલા લેવા જરુરી બની ગયા છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરીને લોકોને સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણ કરવાના મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરવા માટે આવાહન કર્યુ છે.પરંતુ હજી પણ ઘણા લોકોમાં સ્વચ્છતાને લઈને જાણે ભારે અજ્ઞાનતા હોય તેવી પરિસ્થીતી જાેવા મળી રહી છે.

શહેરા તાલુકાના લોકોને સરકારી સેવાનો લાભ મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ તાલુકા સેવાસદન બનાવામા આવ્યુ છે. આ સેવાસદનની દિવાલોને ગંદકીથી ખદબદાવાનું કામ કેટલાક વ્યસનીઓ કરી રહ્યા છે.સેવાસદનની શરુઆત કરવામા આવી ત્યારે તેની દિવાલો સુંદર રંગોથી સુશોભિત હતી.

પરંતુ હાલમાં ચિત્ર કઈક અલગ જ જાેવા મળી રહ્યુ છે. સેવાસદનમા કેટલીક જગ્યાએ ખુણાઓ પર પાન મસાલા અને ગુટખાની પિચકારીઓ મારીને દિવાલોની જાણે દશા બગાડી નાંખી હોય તેમ જાેવા મળી રહ્યુ છે. ગ્રાઉન્ડ ફલોરથી પ્રથમ માળે આવેલી પ્રાંત કચેરી તરફ જતા પગથિયાની બાજુની દિવાલોના ખુણાઓની હાલત જાેઈને આંખો બંધ કરવાની ઈચ્છા થઈ જાય તેવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.