Western Times News

Gujarati News

ગ્વાલીયાની મીઠાઈમાંથી ફૂગ નીકળી

મણિનગરમાં રહેતા દોશી પરિવારે  ઝોમેટો દ્વારા ગ્વાલિયા સ્વીટસમાંથી પ્રસાદ માટે મીઠાઈ અને નમકીન મંગાવ્યા હતા.

( પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. ખોખરા ના કોર્પોરેટરના ઓફિસ સ્ટાફ ઘ્વારા ઓનલાઈન કાંકરીયા ની પુરોહિત હોટેલમાંથી મંગાવવામાં આવેલા ફૂડમાંથી ઈયળ નીકળી હતી.

ત્યારબાદ  ભાજપના એક  પૂર્વ કોર્પોરેટર કાંકરીયા પરિસરમાં મેરેજ એનિવર્સરી ની ઉજવણી કરવા પરિવાર સાથે કાંકરિયા પરિસરમાં ગયા હતા, જ્યાં ઓર્ડર કરેલા પીઝા અને ટોમેટો સોસમાંથી જીવાત નીકળી હતી જેના બીજા દિવસે જ હોટેલ હયાત ના સાંભરમાંથી વાંદો નીકળ્યો હતો.

જેના પગલે હેલ્થ ફૂડ વિભાગ ઘ્વારા 30 જુલાઈએ એકસાથે આવા 10  સીલ કર્યા હતા તેમ છતાં પરિસ્થિતિમાં સહેજ પણ સુધારો આવ્યો નથી.શ્રાવણ મહિનાના પ્રથમ દીવસે મણિનગરના પરિવારે પ્રસાદ માટે મંગાવેલા લાડુમાં ફૂગ હોવાની ઘટના બહાર આવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ મણિનગરમાં રહેતા દોશી પરિવારે  ઝોમેટો દ્વારા ગ્વાલિયા સ્વીટસમાંથી પ્રસાદ માટે મીઠાઈ અને નમકીન મંગાવ્યા હતા. પરંતુ પ્રસાદ માટે મંગાવેલ મીઠાઈમાંથી ફૂગ નીકળી હતી. જેના કારણે પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને મ્યુનિસિપલ આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરી હતી. મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગે આ મુદ્દે તાકીદે કાર્યવાહી કરવા ખાતરી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.