જ્ઞાનજ્યોત વિદ્યાલય સુરતના A1 ગ્રેડમાં 93 અને A2 ગ્રેડમાં 136 વિદ્યાર્થી સાથે જ્વલંત સિદ્ધિ

તા. 08-05-2025 ગુરુવારનાં રોજ જાહેર થયેલા પરિણામમાં ગોડાદરા સ્થિત જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ધોરણ-૧૦ માં A1 ગ્રેડ સાથે શાળાના 93 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ સાથે શાળાના 136 વિદ્યાર્થીઓ પ્રગતિ પર રહ્યાં છે.
શાળાના એવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે વાસ્તવમાં વિકલ્પ વિનાનો પરિશ્રમ કરી જે શ્રેયસ્કર સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે શાળા પરિવાર માટે પ્રસંશનીય છે. શાળાની કર્મઠ શિક્ષક ટીમની સહિયારી મહેનત વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પરિણામમાં પ્રત્યક્ષ થઇ છે. તેથી જ્ઞાનજ્યોત શાળા પરિવાર તેઓને પણ હાર્દિક અભિનંદન પાઠવે છે.
શાળા પરિવાર શાળાને સિદ્ધિ અપાવનાર આ તમામ વિદ્યાથીઓને ખોબલે ખોબલે અભિનંદન પાઠવે છે.
આવી ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરવા બદલ તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલકશ્રી લાલજીભાઈ નકુમ, ટ્રસ્ટીશ્રી કિશોરકુમાર બાંભણીયા અને આચાર્યશ્રી કરણભાઈ કાતરિયા તેમજ ટ્રસ્ટીગણ અને સમગ્ર શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.