Western Times News

Gujarati News

જ્ઞાનવાપી સર્વેઃ ચોથું તાળું ખોલાયું

એક દિવાલ પર હિન્દુ પરંપરાનો આકાર જાેવા મળ્યો હતો, જેને સફેદ રંગથી રંગવામાં આવ્યો છે

(એજન્સી)વારાણસી, શ્રૃંગાર ગૌરી વિવાદમાં હાલ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે થઈ રહ્યો છે અને આજે તેનો બીજાે દિવસ છે. સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટના આદેશથી ચાલી રહેલા સર્વે માટે વાદી અને પ્રતિવાદી પક્ષ સાથે કોર્ટ દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચી છે. એડવોકેટ કમિશનરને બદલવાની માગણી કોર્ટે ફગાવી દીધા બાદ આજે સર્વેનો બીજાે દિવસ છે. Gyanvapi survey: All eight vaults surveyed, the western wall and tomb of the disputed structure videographed

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં આજે સર્વેનો બીજાે દિવસે કડક સુરક્ષા વચ્ચે મસ્જિદમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. સવારે ૮ વાગ્યાથી સર્વે શરૂ થયો છે. મસ્જિદની અંદર સર્વે કરવા ગયેલી ટીમને ૭-૮ ફૂટનો ઢગલો મળ્યો, જે સફેદ રંગથી ઢંકાયેલો છે. મળતી માહિતી મુજબ કાટમાળ હટાવીને પછી તપાસ કરવામાં આવશે.

જ્યારે, હિન્દુ પક્ષના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુંબજની બાજુના સર્વે દરમિયાન, એક દિવાલ પર હિન્દુ પરંપરાનો આકાર જાેવા મળ્યો હતો, જેને સફેદ રંગથી રંગવામાં આવ્યો છે. સર્વે ટીમે તેની વિડિયોગ્રાફી કરી અને ચિહ્નનો પણ ઉલ્લેખ કર્યો. તમને જણાવી દઈએ કે આજે મસ્જિદની છત અને ગુંબજની વીડિયોગ્રાફી કરી રહી છે. આ સર્વે સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી કરવામાં આવશે. સર્વેનું ૫૦% કામ પૂર્ણ થઈ ગયું છે.

તાજી જાણકારી પ્રમાણે આજે ચોથું તાળું ખોલવામાં આવ્યું છે. જે દરવાજે આ તાળું ખોલવામાં આવ્યું છે તે જ્ઞાનવાપી મસ્જિદની પાછળની પશ્ચિમી દિવાલ પર છે. આ દરવાજાે સાડા ત્રણ ફૂટનો દરવાજાે છે, જેના દ્વારા ગુંબજ સુધી પહોંચી શકાય છે. આજે જ્યારે આ સર્વે બરાબર ૮ઃ૦૦ વાગ્યે શરૂ થયો,

ત્યારે મુસ્લિમ પક્ષે આ નાનો દરવાજાે ખોલ્યો અને ત્યારબાદ ટીમ સર્વે માટે ગુંબજની નજીક પહોંચી ગઈ. આ દરવાજાે હંમેશા બંધ રહે છે પણ આજે તે ખોલવામાં આવ્યો હતો. આજે પહેલા માળે બનેલી જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે થશે. તેની બાજુમાં આવેલ રૂમનો સર્વે કરવામાં આવશે. ડોમનો સર્વે કરવામાં આવશે.

આ સાથે કાટમાળથી ભરેલા રૂમનો પણ સર્વે કરી શકાશે. જ્ઞાનવાપી સંકુલની પશ્ચિમ દિવાલનો સર્વે પણ આજે કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આજે ગુંબજનો સર્વે કરવામાં આવી શકે છે. આ અંગે વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ જૈને આજે સર્વે પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી

અને જણાવ્યું હતું કે આજે મસ્જિદના જે ભાગમાં મંદિરનો ભાગ માનવામાં આવે છે ત્યાં સર્વે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત જ્ઞાનવાપી સંકુલની પશ્ચિમી દિવાલનો પણ સર્વે કરી શકાય છે, જ્યાં આજે પણ હિંદુ મંદિર તોડવાના અવશેષો જાેવા મળે છે. તસવીરો આનો સૌથી મોટો પુરાવો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.