રિયો ઓલિમ્પિકમાં મેડલ ગુમાવનાર જિમ્નાસ્ટ દીપા કર્માકરે લીધો સંન્યાસ
નવી દિલ્હી, ભારતીય રમત જગતના ફેન્સને નિરાશ કરનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકરે સંન્યાસની જાહેરાત કરી છે. દીપા કર્માકરે રિયો ઓલિમ્પિક ૨૦૧૬માં સારૂ પ્રદર્શન કર્યું હતું પણ તે ચોથા નંબર પર રહીને મેડલ જીતવાથી ચુકી ગઇ હતી.
જોકે, ૨૦૧૮માં તેને તુર્કીના મર્સિનમાં એફઆઈજી આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ વર્લ્ડ ચેલેન્જ કપના વાલ્ટ કોમ્પિટિશનમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે ભારતની પ્રથમ જિમ્નાસ્ટ બની હતી. ૩૧ વર્ષની દીપા કર્માકરને ગોલ્ડન ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે.
ત્રિપુરાની દીપા કર્માકર ભારતીય જિમ્નાસ્ટિક્સની એક હસ્તી છે, જેને ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં વાલ્ટ ગેમ્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. દીપા કર્માકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંન્યાસની જાહેરાત કરી છે. લાંબી પોસ્ટમાં દીપા કર્માકરે લખ્યુ, ‘મે ઘણું વિચાર્યા બાદ નિર્ણય લીધો છે કે જિમ્નાસ્ટિકમાંથી સંન્યાસ લઇ રહી છું.
આ નિર્ણય આસાન નથી. હવે યોગ્ય સમય આવી ગયો છે.’દીપા કર્માકરે વધુમાં લખ્યુ, ‘જિમ્નાસ્ટિક્સ મારા જીવનનો સૌથી મોટો ભાગ રહ્યો છે. મને તે ૫ વર્ષની દીપા યાદ આવી રહી છે જેને કહ્યું હતું કે ફ્લેટ ફીટને કારણે ક્યારેય જિમ્નાસ્ટ નથી બની શક્તિ. આજે મને અચીવમેન્ટ્સ જોઇને ઘણો ગર્વ થાય છે.’SS1MS