જિપ્રોક ઈન્ડિયાએ ભારતમાં સીલિંગ ટાઈલ્સ માટે નવું એકમ સ્થાપ્યું
3થી વધુ દાયકાથી બિલ્ડિંગ કન્સ્ટ્રકશન અવકાશમાં બજારમાં આગેવાન સેન્ટ- ગોબેન ઈન્ડિયા પ્રા. લિ.- જિપ્રોક દ્વારા ગુજરાતના ઝગડિયા ખાતે સીલિંગ ટાઈલ્સ માટે તેનું પ્રથમ ઉત્પાદન એકમ શરૂ કર્યાની ઘોષણા કરવામાં આવી છે. 21,000થી વધુ ચોરસફીટ ક્ષેત્રમાં ફેલાયેલું આ એકમ ભારતભરમાં જિપ્સમ સીલિંગ ટાઈલ્સની બજારને સેવા આપવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત હોઈ મટીરિયલ ઉપલબ્ધતા માટે તેનું કાર્બન ઉત્સર્જન અને ટર્નઅરાઉન્ડ સમય ઓછો કરવામાં મદદરૂપ થશે.
સપ્ટેમ્બર 2020થી આરંભ કરતાં ઝગડિયામાં સીલિંગ ટાઈલ્સ એકમ સીલિંગ ટાઈલ્સની નવી શ્રેણી જિપ્રેક્સ® પીવીસી લેમિનેટેડ સીલિંગ ટાઈલ્સ અને જિપ્ટોન® પર્ફોરેટેડ એકોસ્ટિકલ ટાઈલ્સના ઉત્પાદન પર મુખ્યત્વે કેન્દ્રિત રહીને વાર્ષિક 6 મિલિયન ચોરસમીટરની વાર્ષિક ક્ષમતા ધરાવે છે. સીલિંગ ટાઈલ્સની જિપ્રેક્સ શ્રેણી નૈસર્ગિક વસાહત અને દુનિયાની માનવસર્જિત શિલ્પીય અજાયબીઓથી પ્રેરિત ડિઝાઈન સાથે મળશે.
આ શ્રેણી જાળવવામાં આસાન, વજનમાં હલકી, ટકાઉ અને ભેજ જેવાં પર્યાવરણીય પરિબળો સામે પ્રતિરોધક ઈન્ટીરિયર મટીરિયલ્સ સાથે હાઈજીનિક અવકાશ માટે વધતી જરૂરતને પહોંચી વળશે. બીજી બાજુ એકોસ્ટિક્સ કોઈ પણ જગ્યા ડિઝાઈન કરતી વખતે ધ્યાનમાં લેવાતી મુખ્ય ડિઝાઈનમાંથી એક છે. જિપ્ટોન એકોસ્ટિકલ સીલિંગ ટાઈલ્સ આર્કિટેક્ટો, ડિઝાઈન કન્સલ્ટન્ટો વગેરે દ્વારા ભલામણ કરાતા ઈચ્છિત એમ્બિયન્ટ સાઉન્ડ સ્તર હાંસલ કરવાનો વિકલ્પ પૂરો પાડશે.
આ પ્લાન્ટ સાથે સેન્ટ- ગોબેન ઈન્ડિયા પ્રા. લિ.- જિપ્રોક ભારતીય સરકારની પહેલ મેક ઈન ઈન્ડિયામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવવાનું અને ચીન જેવી બજારો પર સસ્તી સીલિંગ ટાઈલ્સની આયાત કરવાની નિર્ભરતા ઓછી કરવાનું લક્ષ્ય પણ ધરાવે છે.
આ મેડ ઈન ઈન્ડિયા સીલિંગ ટાઈલ્સ આસાન ઉપલબ્ધતા અને કક્ષામાં અવ્વલ ગુણવત્તાનાં ધોરણોની ખાતરી રાખશે. જે વિશ્વ કક્ષાના ઉત્પાદનમાંથી પરિણમશે.
સીલિંગ ટાઈલ્સની બજાર પારંપરિક રીતે મોટે પાયે આયાત પર આધાર રાખે છે અને સેન્ટ- ગોબેનનું લક્ષ્ય દેશમાં રોકાણોનો માર્ગ મોકળો કરવો, નવીનતા વધારવી અને કુશળતા વિકાસને ટેકો આપવા સાથે બજારમાં તેનું મૂળ વધારવાનું છે.
સેન્ટ- ગોબેન ઈન્ડિયા પ્રા. લિ.- જિપ્રોક ખાતે સેલ્સ અને માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ સુદીપ કોલતેએ આ એકમ વિશે બોલતાં જણાવ્યું હતું કે સીલિંગ ટાઈલ્સની બજારમાં ચીની આયાતોનું વર્ચસ છે, પરંતુ મોટે ભાગે તે અસંગઠિત છે. ઝગડિયામાં નવા એકમ થકી અમે અમારા વિશાળ ડીલર નેટવર્ક થકી આ વિશાળ બજારને પહોંચી વળવા માગીએછીએ.
ભારતમાં જિપ્રેક્સ શ્રેણીનું ઉત્પાદન કરીને અમે ઝડપથી અને સ્પર્ધાત્મક કિંમતે બજારમાં નવી ડિઝાઈન અને પ્રોડક્ટો રજૂ કરી શકીએ છીએ. આ એકમ અમારી પર્ફોર્રેટેડ સીલિંગ ટાઈલ શ્રેણીનું પણ ઉત્પાદન કરશે, જે એકોસ્ટિક્સ સાથે એસ્થેટિક્સનું ઉત્કૃષ્ટ સંમિશ્રણ પૂરું પાડે છે.
ઝગડિયા એકમ જિપ્રેક્સ પીવીસી લેમિનેટેડ ટાઈલ્સ તેમ જ પર્ફોરેટેડ એકોસ્ટિકલ ટાઈલ્સનો સમાવેશ ધરાવતી જિપ્સમ સીલિંગ ટાઈલ્સની વ્યાપક શ્રેણીનું ઉત્પાદન કરવા માટે વાર્ષિક 6 મિલિયન ચોરસમીટરની વાર્ષિક ક્ષમતા ધરાવે છે. આ એકમ થકી જિપ્રેક્સ પીવીસી લેમિનેટેડ સીલિંગ ટાઈલ્સનું લોન્ચ મેક ઈન ઈન્ડિયા ચળવળમાં ખરા અર્થમાં પાયાનો પથ્થર બની રહેશે.
ઓફિસો, રિટેઈલ શોપ્સ, કોમન પબ્લિક એરિયા, બિલ્ડિંગ હોલવે, કોમ્યુનિટી સેન્ટરો વગેરે જેવી જગ્યાઓ લોકોની એકધારી અવરજવરને સન્મુખ થાય છે. તેને લીધે તેને માટે ઈન્ટીરિયર મટીરિયલ્સ ધરાવવાનું ટોચની અગ્રતા બનાવે છે,
જે એસ્થેટિક મૂલ્યમાં ઉમેરો કરવા સાથે ઉપયોગમાં સુવિધા અને જાળવણીમાં આસાની પણ આપે છે. જિપ્રેક્સ® પીવીસી લેમિનેટેડ સીલિંગ ટાઈલ્સ સાધારણ 2×2ટાઈલ્સ ઓફર નહીં કરી શકે તે પરિબળોની સંભાળ લેતી વિશિષ્ટતાઓથી સમૃદ્ધ આવે છે.
આ સાહસ પર તેમના વિચારો વ્યક્ત કરતાં સેન્ટ- ગોબેન ઈન્ડિયા પ્રા. લિ.- જિપ્રોકના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વેન્કટ સુબ્રમણિયને જણાવ્યું હતું કે અમને ભારપૂર્વક લાગે છે કે ગુણવત્તાયુક્ત આયાત અને કઠોર નીતિઓમાં અસાતત્યતાને લીધે ઓછી સેવા સાથેની સીલિંગ ટાઈલ્સ બજારમાં નોંધપાત્ર તકો રહેલી છે.
આથી અમે નવા ઝગડિયા પ્લાન્ટ ખાતે અત્યાધુનિક ઉત્પાદન રેખામાં આશરે રૂ. 83 મિલિયન કેપેક્સનું રોકાણ કર્યું છે, જે ગુણવત્તાયુક્ત ધોરણો અને સાતત્યતાની ખાતરી રાખીને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર શરૂ કરાયો છે. જિપ્રેક્સ સીલિંગ ટાઈલ્સ EN520અને BS EN 14190ધોરણ અનુસાર ટોચની કક્ષાની ગુણવત્તાની અભિમુખતા સાથે ઉત્પાદન કરવામાં આવે છે.
જિપ્રોકની બ્રાન્ડના બાંયધરી સાથેની આ પ્રોડક્ટો વધુ સંપર્ક સ્થળો પ્રાપ્ત કરવામાં અને અમારા મોજૂદ ગ્રાહકોને પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી ઓફર કરવામાં અમને મદદરૂપ થશે. જિપ્રોકની અજોડ સ્કવેર અને રાઉન્ડ પર્ફોરેટેડ પેટર્ન્સ સાથેની એકોસ્ટિકલ ટાઈલ્સની શ્રેણી સંપૂર્ણ ઉપાય પૂરો પાડવા અને મૂલ્ય પ્રદાન કરવાના લક્ષ્ય સાથે ઓછા પહોંચાયેલા સેગમેન્ટમાં અમારું એકોસ્ટિક્સ પરિમાણ વધુ મજબૂત બનાવશે.
સેન્ટ- ગોબેન ગ્રુપ તરીકે હંમેશાં સ્થાનિક ઉત્પાદનમાં વિશ્વાસ રાખે છે અને આ લોન્ચથી અન્યથા અસંગઠિત બજારમાં ઉચ્ચ પ્રોડક્ટ ગુણવત્તાનાં સીમાચિહનો સ્થાપિત કરવા અને કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં ઉચ્ચ ઉત્પાદન ધોરણો પ્રેરિત કરવામાં અમને મદદરૂપ થશે.