Western Times News

Gujarati News

H-1B વિઝા અને ગ્રીન કાર્ડની ફીમાં વધારો સમીક્ષા હેઠળ

નવી દિલ્હી, અમેરિકાના એચ-૧બી વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવાનો ખર્ચ વધી જવાનો છે. વિઝા અને ગ્રીન કાર્ડની ફી વધારવાની દરખાસ્ત પર સમીક્ષા શરૂ થઈ ગઈ છે અને વ્હાઈટ હાઉસ દ્વારા તેનો અંતિમ નિર્ણય લેવાશે.

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અત્યારે નવા રેગ્યુલેશનની સમીક્ષા કરવાના અંતિમ તબક્કામાં છે. તેના કારણે અલગ અલગ પ્રકારની કેટેગરીમાં વિઝા ફી વધવાની શક્યતા છે. ખાસ કરીને એચ-૧બી vૈજટ્ઠ મેળવવા ખર્ચાળ બનશે. અત્યારે વ્હાઈટ હાઉસ હેઠળ આવતા ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા તેની સ્ક્રુટિની ચાલુ છે.

આગામી દિવસોમાં એચ-૧બી વિઝા ફાઈલ કરનારા સ્પોન્સર્સ માટે ફીમાં મોટો વધારો થવાની સંભાવના છે. તેમાં ઈ-રજિસ્ટ્રેશન અને પસંદગી પામેલા લાભાર્થીઓ માટે વિગતવાર એપ્લિકેશન સબમિટ કરવાનો સમાવેશ થાય છે.

વાર્ષિક એચ-૧બી કેપ લોટરી માટે ઈ-રજિસ્ટ્રેશન સામાન્ય રીતે માર્ચમાં થતા હોય છે. તેના માટેની ફી ૧૦ ડોલરથી વધારીને ૨૧૫ ડોલર કરવાની દરખાસ્ત છે. તેનો હેતુ લોટરીને દુરુપયોગ ટાળવાનો છે. આ ઉપરાંત પસંદગી પામેલા લાભાર્થીઓની અરજીઓ માટેની ફી પણ લગભગ ૭૦ ટકા વધીને ૭૮૦ ડોલર થવાની સંભાવના છે. માર્ચ ૨૦૨૪માં નાણાકીય વર્ષ ૨૦૨૫ની એચ-૧બી કેપ સિઝન શરૂ થશે, ત્યારે ફીમાં આ ફેરફારથી આ સિઝનની ઓપનિંગને અસર થશે કે નહીં તે નક્કી નથી.

યુએસ ઈમિગ્રેશન એજન્સીએ તાજેતરમાં એચ-૧બી એપ્લિકેશન માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ ફી ૨૬ ફેબ્રુઆરીથી ૧૨ ટકા વધીને ૨૮૦૫ ડોલર થવાની શક્યતા છે. એચ-૧બી અરજીઓ સ્પોન્સર કરનાર એમ્પ્લોયરે વધારાના ખર્ચમાં આ પરિબળોને પણ સામેલ કરવાના રહેશે.

આ ઉપરાંત સિટિઝન (ન્યુટ્રલાઈઝેશન)ની ફી પણ ૬૪૦ ડોલરથી વધારીને ૭૬૦ ડોલર કરવાની દરખાસ્ત છે. એટલે કે તેમાં લગભગ ૨૦ ટકાનો વધારો થશે. સૌથી મોટો વધારો ઈબી-૫ રોકાણકારો માટેના વિઝામાં થવાની છે.

આ લોકો ઈન્વેસ્ટમેન્ટ લિંક્ડ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાં ભાગ લેતા હોય છે. એનપીઆરએમ મુજબ રોકાણકારો માટે શરૂઆતની આઈ-૫૨૬ પિટિશન ફી ૨૦૪ ટકા વધીને સીધી ૧૧,૧૬૦ ડોલર થઈ જશે. જ્યારે પર્મેનન્ટ રેસિડન્ટ સ્ટેટસની શરત દૂર કરવા માટે આઈ-૮૨૯ પિટિશન ફી ૧૪૮ ટકા વધીને ૯૫૩૫ ડોલર થઈ જશે.

વિઝા અને ગ્રીન કાર્ડની ફી વધારવાની અસલ દરખાસ્ત જાન્યુઆરી ૨૦૨૩માં કરવામાં આવી હતી. એનપીઆરએમ – એટલે કે નોટિસ ઓફ પ્રપોઝ્ડ રુલ મેકિંગે જુદી જુદી વિઝા સંબંધિત અરજીઓમાં ફી વધારવાની માંગણી કરી હતી.

તેનું કારણ છે કે અગાઉ ઘણા વર્ષોથી આ ફી યથાવત હતી અને ફુગાવો વધ્યો તે મુજબ ફી એડજસ્ટ કરવામાં આવી ન હતી. ત્યાર પછી આ વધારો ૨૦૨૩માં ટાળવામાં આવ્યો હતો. પરંતુ ૨૦૨૪માં ફીમાં વધારો થશે તે નક્કી છે. પરિણામે ઈમિગ્રન્ટ કર્મચારીઓને સ્પોન્સર કરતા અમેરિકન એમ્પ્લોયર્સનો ખર્ચ ઘણો વધી જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.