H.K કોલેજમાં બબાલઃ નવરંગપુરા પોલીસે બે અલગ ફરીયાદો નોંધી
પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓના ટોળા વિરુદ્ધ જ્યારે યુવતીએ એક તરફી પ્રેમી વિરુદ્ધ ફરીયાદ નોધાવી
અમદાવાદ: આશ્રમ રોડ આવેલી અને અતિપ્રતિષ્ઠીત એવી એચકે કોલેજમા ગઈકાલે યુવતીની છેડતી મામલે છોકરાઓના બે જુથ બાખડી પડ્યા હતા જાણ કરવામાં આવતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોચી ગઈ હતી બાદમાં આ અંગે યુવતીએ તથા કોલેજના મહીલા પ્રિન્સિપાલે બે ફરીયાદો નોધાવતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીને આક્ષેપ કર્યો છે કે પોતે સહજાનંદ કોલેજના યુની.ની પરીક્ષા આપવા ગઈ એ વખતે અમન મહેશભાઈ નામના યુવક સાથે ઓળખ થઈ હતી બાદમા અમન અવારનવાર તેને ફોન અને મેસેજ કરતો હતો જા કે યુવતીએ તેને ભાવ ન આપ્યો હતો તેમ છતા અમને મેસેજ કરવાનુ ચાલુ રાખતા યુવતીએ સમજાવવા માટે અમનને એચકે કોલેજે બોલાવ્યો હતો જ્યા અમન અનેયુવતીના મિત્રો વચ્ચે બબાલ થઈ હતી.
બીજી બાજુ એચકે કોલેજના પ્રિન્સીપાલ શિલ્પાબેન શાહએ ફરીયાદ નોધાવી હતી .
એચ કે કોલેજ થયેલી બબાલની જાણ થતાજ પોલીસની ટીમ તુરત કેમ્પ પહોચી ગઈ હતી અને કેટલાંક યુવાનોને ઝડપી લીધા હતા જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓ પોલીસને જાઈને ભાગી ગયા હતા અન્ય વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા
બે ફરીયાદો નોધાતા નવરંગપુરા પોલીસે હવે બંનેની તપાસ હાથ ધરી છે.