H1-B વિઝાના વર્કર્સને નોકરી પર નહીં રાખી શકાય
અમેરિકી પ્રમુખ ટ્રમ્પના ર્નિણયોને નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે
વોશિંગ્ટન, અમેરિકામાં નોકરીનું સપનું જોઇ રહેલા ભારતીયોને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઝાટકા આપી રહ્યા છે. તેમણે હવે H1B વિઝા અંગે એક નવો કાર્યકારી આદેશ જારી કર્યો છે, જે અંતર્ગત અમેરિકાની ફેડરલ એજન્સીઓ ૐ-૧મ્ વિઝા પર હાયરિંગ નહીં કરી શકે. ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર સહી-સિક્કા કર્યા છે, જેમાં જણાવાયું છે કે અમેરિકી ફેડરલ એજન્સીઓ વિદેશી-ખાસ કરીને ૐ-૧મ્ વિઝા પર અમેરિકા આવતા વર્કર્સને કોન્ટ્રાક્ટ કે સબ-કોન્ટ્રાક્ટ પર નોકરી પર નહીં રાખી શકે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસની તેમનીઓવલ ઓફિસમાં આ આદેશ પર સહી-સિક્કા કરતા પહેલાં મીડિયા સમક્ષ કહ્યું, આજે હું એક કાર્યકારી આદેશ પર સહી કરી રહ્યો છું, જેથી એ સુનિશ્ચિત થઇ શકે કે ફેડરલ સરકાર એક સરળ નિયમ પર ચાલશે- અમેરિકી નાગરિક સૌથી ઉપર. ટ્રમ્પે આ અગાઉ ગત ૨૩ જૂને એક આદેશમાં H-1B સહિત અન્ય ઘણા ફોરેન વર્ક વિઝા ડિસેમ્બર, ૨૦૨૦ સુધી રદ કરી દીધા હતા. ટ્રમ્પના આ ર્નિણયોને નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે H-1B વિઝાની ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માગ રહે છે. H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અંતર્ગત કંપનીઓ થિયોરિકલ કે ટેક્નિકલ સ્કિલ ધરાવતા વિદેશી પ્રોફેશનલ્સને નોકરી પર રાખી શકે છે. આ વિઝા હેઠળ અમેરિકી કંપનીઓ દર વર્ષે હજારો ભારતીયોને નોકરી આપે છે.