H3N2 ઈન્ફ્લુએન્ઝા એ કોરોના વાયરસનું સબવેરિયન્ટ હોવાનો દાવો
નવી દિલ્હી, કોરોના પછી હવે નવા સબ-વેરિઅન્ટ એચ૩એન૨નું જાેખમ વધી રહ્યું છે કારણ કે આ વાયરસ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના કેસ પણ સતત વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન એક ડૉક્ટરના દાવાએ ચિંતા વધારી દીધી છે. તેમનું કહેવું છે કે એચ૩એન૨એ ઈન્ફ્લુએન્ઝા એવાયરસનું સબવેરિયન્ટ છે. તેના લક્ષણો એવા જ છે જે આપણને કોવિડમાં જાેવા મળે છે જેમ કે તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ.
તેમણે કહ્યું કે એચ૩એન૨વાયરસ મોટાભાગના દર્દીઓમાં તાવ, ઉધરસ અને શ્વાસની તકલીફનું કારણ બને છે, જે એકથી બે અઠવાડિયા સુધી ચાલે છે. તેનાથી વિપરીત, જાે આપણે કોવિડ વાયરસના કેસોને જાેઈએ તો, આ કેસોમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે ત્રણથી પાંચ દિવસ સુધી જળવાઇ રહે છે. તેમણે કહ્યું કે કોવિડના દર્દીઓ ઝડપથી સાજા થાય છે કારણ કે ભારત સરકારના મજબૂત રસીકરણ કાર્યક્રમ દ્વારા મોટાભાગની ભારતીય વસ્તી પહેલાથી જ વેક્સિનેટેડ થઈ ચૂકી છે.
અમે ગત મહિને કોઈ કોવિડ દર્દી જાેયો જ નથી, પરંતુ વધતા જતા પોઝિટિવિટી રેટને કારણે અમારી પાસે ફક્ત એક માતા અને બાળકને બે દિવસ અગાઉ દાખલ કરાયા હતા અને બંને હવે સાજા થઈ રહ્યા છે. ડૉક્ટરનું કહેવું છે કે દવાનો પૂરતો સ્ટોક છે એટલે ડરવાની કોઈ જરૂર નથી. ડૉક્ટરનું કહેવું છે કે આ વાયરસ મુખ્યત્વે એવા લોકોને ચેપ લગાડે છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેમાં વૃદ્ધ લોકો અને બાળકોનો સમાવેશ થાય છે. SS2.PG