હલ્દી સેરેમની કૃતિ-પુલકિતે મુલતાની માટી લગાવી
મુંબઈ, બોલિવૂડ ફિલ્મ સ્ટાર કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટના થોડા દિવસો પહેલાં લગ્ન થયા. લગ્ન બાદ આ કપલની અનેક તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. વેડિંગ આલબમની તસવીરો બહુ મસ્ત છે. ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે આ તસવીરો છવાઇ જાય છે.
કપલે હલ્દી સેરેમનીમાં હલ્દીનો નહીં, પરંતુ મુલતાની માટીથી રસ્મ પુરી કરી હતી. ફિલ્મ સ્ટાર પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની હલ્દી સેરેમનીની તસવીરો લોકો માટે ખાસ બની ગઇ છે. બન્નેએ હલદી સેરેમની દરમિયાન મુલતાની માટીનો ઉપયોગ કર્યો હતો.
આમ કહી શકાય કે કપલની અનોખી હલ્દી સેરેમની થઇ છે. ફિલ્મ સ્ટાર પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા એમની Âસ્કનની કેર વધારે કરે છે, જેના કારણે એક્ટ્રેસે મુલતાની માટીનો ઉપયોગ કર્યો છે. પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની સામે આવેલી તસવીરો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. જેમાં ફિલ્મ સ્ટાર પુલકિત સમ્રાટ પર મિત્રોએ મુલતાની માટીથી અટેક કર્યો હતો.
આ તસવીરમાં પુલકિતને તમે મસ્ત સ્માઇલ આપતો જોઇ શકો છો. આ તસવીર જોતાની સાથે તમને ગમી જશે. જો કે આ પહેલાં કપલની સંગીત સેરેમનીની તસવીરો પણ વાયરલ થઇ હતી. સંગીત સેરેમનીની તસવીરો પણ ફેન્સને ખૂબ પસંદ પડી હતી.
સંગીત સેરેમનીમાં કૃતિએ ઢોલ પર બેસીને મસ્ત અંદાજમાં ડાન્સ કર્યો હતો. આ તસવીરોએ લોકોનું દિલ જીતી લીધુ છે. કૃતિ અને પુલકિત દરેક તસવીરોમાં એકબીજાના પ્રેમમાં ડુબેલા જોવા મળી રહ્યા છે. પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની લગ્નની તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે.
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ ગુડગાંવમાં નજીકના દોસ્તો અને પરિવારની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા છે. જાન્યુઆરીમાં પુલકિત અને કૃતિના એન્ગેજમેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. તેને ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે શેર કરી હતી. પુલકિતે આ ફોટોને પોતાની સ્ટોરી પર પણ શેર કરી હતી. આ તસવીરોમાં કપલના હાથમાં રિંગ જોવા મળી હતી.
પરંતુ બંનેએ આ સમાચારને ઓફિશિયલી કન્ફર્મ કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે પુલકિત સમ્રાટના આ બીજા લગ્ન છે. આ પહેલાં વર્ષ ૨૦૧૪માં શ્વેતા રોહિરા સાથે પુલકિતે લગ્ન કર્યા હતા, જેમને વર્ષ ૨૦૧૫માં તલાક લીધા હતા.SS1MS