હાલોલ GIDCમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ૭૦૦ યુનિટો બંધ હાલતમાં
હાલોલ જી.આઇ.ડી.સી ખાતે એકત્ર થયેલા હજારો બેરોજગાર કામદારો અને લઘુ ઉદ્યોગોના માલિકોએ અશ્રૂઓ ભર્યા હૈયાઓ સાથે વેદનાઓ વ્યક્ત કરી.!!
(પ્રતિનિધી) ગોધરા, ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ના વારંવાર બદલાતા નિયમોના પગલે હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ૭૦૦ યુનિટો બંધ થઈ જતા કરોડો રૂ!ના ખોરવાઈ ગયેલા આ સામ્રાજ્ય માં અંદાજે ૭૫ હજાર ઉપરાંત મહિલાઓ સમેત કારીગરો રોજગારીઓ ગુમાવીને બેકાર બન્યા છે
આ સંદર્ભમાં આજરોજ જી.આઇ.ડી.સી ખાતે હાલોલ બચાવ.. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ બચાવો અભિયાનમાં આજે બેરોજગાર બનેલા હજારો કામદારો અને લઘુ ઉદ્યોગોના માલિકો એકત્ર થઈને મીડીયા સમક્ષ પોતાની માંગણીઓ અને લાગણીઓ વ્યક્ત કરી હતી.
સરકારના સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે બદલાતા નિયમોની અસરથી હાલોલ જી.આઇ.ડી.સી કે જે પ્લાસ્ટિક હબ તરીકે ઓળખાય છે ત્યાં ૬૫૦ જેટલા યુનિટ બંધ થતાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે ૭૫ હજાર જેટલા લોકોની રોજેરોટી નો પ્રશ્ન ઉભો થયો છે
ત્યારે બુધવારના રોજ આ જટિલ પ્રશ્નની ચર્ચા કરવા તેમજ તેમાંથી બહાર નીકળવા પુનઃ રોજીરોટી પ્રસ્થાપિત કરવા ચર્ચા કરવા અંગે હજારોની સંખ્યામાં કામદારો તેમજ ઉદ્યોગકારો જી.આઇ.ડી.સી ખાતે એકઠા થયા હતા. ત્યારબાદ તેઓએ તેમની હૈયા વરાળ મીડિયા સમક્ષ જણાવી હતી.
હાલોલ જી.આઇ.ડી.સી ખાતે એકઠા થયેલા ઉદ્યોગકારો તેમજ કામદારો તેઓની વ્યથા જણાવતા ઉદ્યોગકારોના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે વારંવાર બદલાતા નિયમોના પગલે ઉદ્યોગકારોને મસ મોટું આર્થિક નુકસાન થતું હોવાનું તેઓએ જણાવ્યું હતું
હાલમાં હાલોલ ખાતે ૭૦૦ જેટલા પ્લાસ્ટિક યુનિટો પૈકી ૬૫૦ જેટલા પ્લાસ્ટિક યુનિટો પાસે ૭૫ માઈક્રોન કેરી બેગ ઉત્પાદન કરવા માટેની મશીનરી નથી જેના કારણે આ બધી કંપનીઓનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ૭૫ માઇક્રોન કેરી બેગ ડિસેમ્બર સુધી જ ચાલુ રાખવાનું હોય આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે
તો તેઓની માંગણી છે કે ૭૫ માઈક્રોન માં તેઓની મશીનરી તબદિલ કરવામાં એક યુનિટને ઓછામાં ઓછો ૨૫ થી ૩૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. સામે એક યુનિટ ની વર્ષ દરમિયાન આવક વધુમાં વધુ ૮ થી ૧૦ લાખ રૂપિયા હોય છે આવા સંજાેગોમાં આ કાયદો ઓછામાં ઓછો
ત્રણ વર્ષ સુધી રહે તો રોકાણ કારોના રોકેલા રૂપિયા જ માત્ર પરત મળી શકે છે. આવા સંજાેગોમાં પાંચ માસ માટે ૭૫ માઇક્રોન ના ઉત્પાદન માટે મશીનરી તબદીલ કરવામાં ઉદ્યોગ કારોને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ છે જેના કારણે તેઓએ આ બધા યુનેટો માં ઉત્પાદન બંધ કરી દીધું હોવાનું જણાવ્યું છે.