તાજપુરામાં શ્રી નારાયણ ધામ ખાતે ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ભક્તોનો મહાસાગર છલકાયો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ શ્રી નારાયણ ધામ ગુરુપૂર્ણિમાના પાવન પર્વને અનુલક્ષીને સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં વસતા લાખો કરોડો નારાયણ ભક્તો આજે પોતાના પરમ પૂજ્ય ગુરુ શ્રી
અને તાજપુરાની પવિત્ર ધરાના બ્રહ્મલીન મહાન સંત શ્રી પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુના ચરણોમાં શીશ જુકાવી ગુરુ વંદના કરવા માટે આજે વહેલી સવારથી જ શ્રી નારાયણધામ તાજપુરા ખાતે ઉમટી પડ્યા હતા જેમાં તાજપુરા ખાતેના તમામ માર્ગો પર જય નારાયણના જયધોષ સાથે લાખો નારાયણ ભક્તો શ્રી નારાયણધામ તાજપુરા ખાતે ઉમટી પડતા
તાજપુરા ખાતે શ્રી નારાયણ ધામ તરફ જવાના માર્ગો પર વેહલી સવારથી જ માનવ કીડીયાળુ ઉભરાયેલું જાેવા મળ્યું હતું જેમાં બે લાખ ઉપરાંત શ્રી નારાયણ ભક્તોએ તાજપુરાના શ્રી નારાયણ ધામ ખાતે બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુની સમાધિ ખાતે પહોંચી શ્રી નારાયણ બાપુજીની પાદુકાના દર્શન કરી
તેમજ શ્રી નારાયણ બાપુના દિવ્ય દર્શન કરી પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુજીના ચરણોમાં ગુરુ વંદના કરી આર્શીવાદ મેળવી ધન્યતા અનુભવી હતી
જ્યારે ગુરુપૂર્ણિમાના પાવન પર્વને અનુલક્ષીને શ્રી નારાયણ ધામ ટ્રસ્ટ દ્વારા પણ પરમ પૂજ્ય બ્રહ્મલિન સંત શ્રી નારાયણ બાપુજીને સત્સંગ ભવનમા બિરાજમાન કરી શ્રી નારાયણ બાપુની (પ્રતિમા)મુર્તી પુજા ગંગા જલ અભિષેક કરી ગુરુપુર્ણીમા મહોત્સવની શરૃઆત કરી હતી.
ત્યાર બાદ મહંત શ્રી મહાદેવ બાપુના સાનિધ્યમાં પાદુકા પુજનનો લાભ નારાયણ ભક્તોએ લાભ લીધો હતો જે બાદ પ્રાર્થના સભા યોજાઈ હતી પ્રાર્થના સભા બાદ વર્ષોની પરંપરા પ્રમાણે પરંપર પરંપરાગત રીતે તાજપુરાની પવિત્ર અને પાવન ધરતીના મહાન સંતશ્રી બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુજીની પાલખી યાત્રા
શ્રી નારાયણ ધામ તાજપુરાના માર્ગો પર વાજતે વાજતે હજારો નારાયણ ભક્તોની હાજરીમાં શ્રી નારાયણધામ ટ્રસ્ટ દ્વારા યોજાઈ હતી જેમાં પાલખી યાત્રામાં શ્રી નારાયણ ધૂન સ્તુતિ અને ભજનો તેમજ શ્રી નારાયણના જયધોષથી સમગ્ર શ્રી નારાયણ ધામ નારાયણમય બની જવા પામ્યું હતું.