હળવદમાં ધર્મયુક્ત શિક્ષણ આપતા મહર્ષિ ગુરુકુળમા ગીતા જ્યંતી મહોત્સવ ઉજવાયો

૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ ગીતાજીના શ્લોક પઠન સાથે નાટ્ય કૃતિ રજુ કરી
(તસ્વીરઃજીજ્ઞેશ રાવલ, હળવદ) ભારતીય સંસ્કૃતિના પાયા સમાન મહાન આધારભૂત ગ્રંથ એટલે કે ‘શ્રીમદ્દ ભગવદ્દગીતાજી’ જન્મજયંતિ એટલે કે માગસર સુદ એકાદશીનો શુભ દિવસ ગણવામા આવે છે.શ્રીમદ્દ ભગવદ્દગીતાજી એક ધર્મ ગ્રંથ નહિ બલ્કે જીવન ગ્રંથ ગણવામા આવે છે,
જેમા જીવનને સ્પર્શતા તમામ પ્રશ્નો-બાબતોના સમાધાન યુક્ત પ્રત્યુત્તરો ભગવાન શ્રી કૃષ્ણ એ આ મહાન ગ્રંથમા સંદેશા રૂપ વર્ણવેલ છે. ત્યારે,આજ ગીતાજી જન્મજયંતિ નિમિત્તે ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે પ્રસિદ્ધ એવા હળવદ સ્થિત મહર્ષિ ગુરુકુળના દ્ભ.ય્થી ઁ.ય્ સુધીના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રોએ એ ગીતાજ્યંતી નિમિત્તે ગીતાજીનુ વિવિધ રીતે પૂજન કરી ઉજવણી કરી હતી.
ધો. દ્ભ.ય્થી ૫ના ૭૦૦ ભૂલકાઓ એ ગીતાજીના ૭૦૦થી વધુ શ્લોક કંઠસ્થ કરી પોતાની કાલીઘેલી ભાષામા ગાન કર્યુ હતુ.જયારે,ધો.૬થી ૮ના બાળકો એ પ્રાર્થનાસભામા માઁ ગીતાજીનુ પૂજન કરી ગીતા જ્ઞાન મહત્વ વર્ણવ્યુ હતુ.ત્યારે,ધો.૯ના ૨૫૦ જેટલા બાળકો એ ગીતાજીના ૧૨મા અધ્યાયના શ્લોકો નુ ગાન કરેલ,
ધો.૧૦ના વિદ્યાર્થીઓ એ ગીતા ભક્તિ યોગનુ પારાયણ કરેલ હતુ.ત્યારે,ધો.૧૧ કોમર્સના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ શ્લોકોના પઠન સાથે મહાપુરુષોના ગીતાજી પરના વિચારોના આધારે પોતાના પરિવાર સાથે બેસીને પોસ્ટર બનાવ્યા હતા.ધો.૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ એ ગીતાજીના છેલ્લા શ્લોકનુ ગ્રીટિંગ કાર્ડ બનાવી પૂજન કર્યુ હતુ.
જ્યારે,ધો.૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ એ શ્રીમદ્દ ભગવદ્દગીતા પારાયણ કરી જન્મજયંતિ ઉજવી હતી.જયારે, મહર્ષિ ઈંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓ એ શ્લોક સમજૂતી, નાટ્ય કૃતિ તેમજ પૂજન દવારા ઉજવણી કરી હતી.
જ્યારે, મહર્ષિ ગુરુકુળ સ્થિતિ પારંગત કોલેજના ૭૦૦ જેટલા ભાઈ-બેહનો એ ઓનલાઇન માધ્યમથી ગીતાજી પરના સવાલોના જવાબ આપીને ડિજિટલ પ્રમાણપત્ર મેળવી ગીતાજીનુ પૂજન કરેલ હતુ. તમામ વિદ્યાર્થીઓ સાથે ગુરુકુળના ૨૦૦થી વધારે શિક્ષક મિત્રો એ એક-એક શ્લોક કંઠસ્થ કરવાના સંકલ્પ સાથે ઉજવણી કરી હતી.
જયારે, મહર્ષિ ગુરુકુળના સંચાલક સ્.ડ્ઢ એવા રજનીભાઇ સંઘાણી એ ‘ચાલો ગીતા જાણી એ, સાચુ જીવન માણી એ..’ સૂત્ર આપી ગુરુકુળના તમામ વિદ્યાર્થીઓ,વાલીઓ તેમજ શિક્ષકોને ગીતા જ્યંતીની શુભેચ્છાઓ પાઠવી હતી.