હળવદ જૂનાગઢ વચ્ચે એક જ બસ, તે પણ જર્જરીત થયેલી અને અનિયમિત
હળવદને જૂનાગઢ સાથે જાેડતી એક જ બસ અનિયમિત હોવાથી લોકો મુશ્કેલીમાં-જર્જરીત બસ ફાળવી એસ.ટી.દ્વારા રૂટ જ બંધ કરવાની હિલચાલ
હળવદ, હળવદ તાલુકામાં ખેતી માટે હાલમાં જૂનાગઢ જીલ્લાના ખેડૂતો મોેટી સંખ્યામા વસી રહ્યા છે. આ લોકોને વતનમાં જવા માટે એક માત્ર એવી બાંટવા-હળવદ બસ રૂટ મળી રહ્યો છે.
હળવદના લોકોનેેે વહેલી સવારે રાજકોટ તેમજ જૂનાગઢ તરફ જવા માટે એક માત્ર આ બસ રૂટ છે. ત્યારબાદ રાજકોટ, જૂનાગઢ જવા માટે કોઈપણ સીધી બસ નથી. જેથી આ બસ રૂટ ઘણો જ ઉપયોગી બની રહે છે.
વર્ષોથી ચાલી રહેલી આ બસ રૂટ સારી એવી ઈન્કમ એસ.ટી.ને આપી રહી છે. આ એક્ષપ્રેસ બસ રૂટ અપડાઉ પ૭૦ કિલોમીટરની આસપાસ થાય છે. જે બાંટવાથી બપોરના બે વાગ્યે ઉપડી માણાવદર, વંથલી, જૂનાગઢ, જેતપુર, વીરપુર, રાજકોટ, મોરબી થઈ હળવદ રાત્રે ૮.૩૦ કલાકે પહોંચવાનો સમય છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી બાંટવા ડેપો દ્વારા આ લાંબો તેમજ ટ્રાફિકવાળો રૂટ હોવા છતાં જ/જરીત હાલતની બસ ફાળવવામાં આવે છે.
આ ટ્રાફિકવાળા રૂટમાં વારંવાર બ્રેકડાઉન થવુ, નાની-મોટી યાંત્રિક ખામીઓ ઉભી થવાના બનાવો બને છે. જેથી વારંવાર આ બસ રૂટ મોડી થાય છ. જેના કારણે હળવદ રાત્રીના ૧૧ થી ૧રની વચ્ચેે આવે છે.જેનાથી આ રૂટમાં લાંબી મુસાફરી કરી રહેલા મુસાફરોનેેે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ અંગે વારવાર રજુઆાત કરવા છતાં તંત્રમાં કોઈ અસર થતી નથી. સારી એવી આવક તેમજ ટ્રાફિક ધરાવતા આ રૂટમાં કોઈ કારણોસર બાંટવા ડેપો દ્વારા સારી બસ નહીં આપી જર્જરીત હાલતની બસ ફાળવી રૂટ જ બંધ કરવાની હિલચાલ થતી હોય એવુ મુસાફરોમાં ચર્ચાઈ રહ્યુ છે.
બાંટવા ડેપો દ્વારા સારી કંન્ડીશનની બસ આપી આ બસ રૂટ નિયમિત થાય તો હળવદ તાલુકાના લોકોને મળતી સુખાકારી અને અસટી ને થતી આવક જળવાઈ રહે એમ છે.