Western Times News

Gujarati News

ઈઝરાયલ સાથે સમાધાન કરવા હમાસ આખરે તૈયાર

હમાસ, ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ સામે તમારે યુદ્ધ ખતમ કરવું પડશે.

હમાસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ઈઝરાયલની જેલમાં કેદ પેલેસ્ટિની નાગરિકોના બદલામાં તમામ બંધકોને છોડવા રાજી છીએ. અમે તમામ ઈઝરાયલી બંધકોને મુક્ત કરી દઈશું. હમાસના નેતા ખલીલ અલ હાયાએ ટેલિવિતન પર કહ્યું કે હવે અમે કોઈ વચગાળાની સમજૂતિ કરવા માગતા નથી. કાયમી ઉકેલ લાવવો પડશે. તાતકાલિક અસરથી યુદ્ધ ખતમ કરો. અમે ગાતામાં યુદ્ધ નથી ઇચ્છતા.

હાયાએ કહ્યું કે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ અને તેમની સરકાર પોતાના પોલિટિકલ એજન્ડા માટે આંશિક સમજૂતીઓ કરી લે છે. જેના કારણે ગાતામાં ભૂખમરાંની સ્થિતિ ઘેરાતી જઇ રહી છે. અમે હવે તમામ બંધકોને મુક્ત કરવા તૈયાર છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.