Western Times News

Gujarati News

હમાસે બંધકોને ન છોડતાં હવે યુદ્ધ વધુ ભીષણ બનવાના એંધાણ

ઇઝરાયેલનો ગાઝાના લોકોને રાફા ખાલી કરવા આદેશઃ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરશે

ઇઝરાયેલી સૈન્યે પેલેસ્ટિનિયનોને મુવાસી તરફ જવાનો આદેશ આપ્યો છે જે દરિયાકિનારે તંબુ કેમ્પોનો વિસ્તાર છે, આ આદેશ ઈદ અલ-ફિત્રની દિવસે આવ્યો હતો

ડેર અલ-બલાહ,યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી ઇઝરાયેલ હમાસ વિરુદ્ધ સતત હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટીના લોકોને દક્ષિણ શહેર રાફાનો મોટાભાગનો વિસ્તાર ખાલી કરવા આદેશ કર્યાે હતો. જે દર્શાવે છે કે તે ટૂંક સમયમાં ગાઝા પટ્ટીના દક્ષિણી શહેરમાં વધુ એક મોટું ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી શકે છે.ઇઝરાયેલી સૈન્યે પેલેસ્ટિનિયનોને મુવાસી તરફ જવાનો આદેશ આપ્યો છે જે દરિયાકિનારે તંબુ કેમ્પોનો વિસ્તાર છે. આ આદેશ ઈદ અલ-ફિત્રની દિવસે આવ્યો હતો.

જેમાં આખા શહેર અને નજીકના વિસ્તારો આવરી લેવાયા છે. ઇઝરાયેલે મે ૨૦૨૪માં ઇજિપ્તની સરહદ પર આવેલા રફાહમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું હતું, જેના કારણે તેનો મોટો ભાગ ખંડેર બની ગયો હતો.ઇઝરાયેલે હમાસ આતંકવાદી જૂથ સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત કરીને આ મહિનાની શરૂઆતમાં હવાઈ અને જમીન યુદ્ધ ફરી શરૂ કર્યું હતું. માર્ચની શરૂઆતમાં ઇઝરાયેલે હમાસ પર યુદ્ધવિરામ કરારમાં ફેરફારો સ્વીકારવા દબાણ કરવા માટે પ્રદેશના આશરે ૨ મિલિયન પેલેસ્ટિનિયનોને ખોરાક, બળતણ, દવા સહિતની સહાયનો તમામ પુરવઠો આપવાનું બંધ કરી દીધું હતું.હમાસ બાકીના ૫૯ બંધકો (જેમાંથી ૨૪ જીવિત હોવાનું માનવામાં આવે છે)ને મુક્ત ન કરે ત્યાં સુધી લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર કરવાની ઇઝરાયેલે પ્રતિજ્ઞા લીધી છે. ઇઝરાયલે હમાસને નિઃશસ્ત્ર કરીને પ્રદેશ છોડી દેવાની પણ માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.