Western Times News

Gujarati News

હનિસિંહના ફેને બાદશાહને આપ્યો જબરદસ્ત જવાબ

મુંબઈ, બાદશાહ અને હની સિંહ વચ્ચે ૧૫ વર્ષથી ઝઘડો ચાલે છે. રેપર હની સિંહ અને બાદશાહ વચ્ચેનો શીત યુદ્ધ નવુ નથી. ૨૦૦૯ની આસપાસથી બંને વચ્ચે અણબનાવના સમાચાર હેડલાઈન્સ બની રહ્યા છેરેપર બાદશાહ અને રેપર યો યો હની સિંહ વચ્ચેનું કોલ્ડ વોર સમાપ્ત થતુ જ નથી.

બંને ઘણીવાર એકબીજા વિશે ટિપ્પણી કરતા જોવા મળે છે. તાજેતરમાં જ બાદશાહે હની સિંહના પુનરાગમન ન કરવા અંગે ટિપ્પણી કરી હતી. હવે આ બાબતને લઇને હની સિંહના એક ફૈને બાદશાહ પર રેપ સોન્ગ દ્વારા તિક્ષણ પ્રહાર કર્યા છે.બાદશાહ અને હની સિંહ વચ્ચે ૧૫ વર્ષથી શીત યુદ્ધ ચાલે છે.

રેપર હની સિંહ અને બાદશાહ વચ્ચેનો ઝઘડો નવો નથી. ૨૦૦૯ની આસપાસથી બંને વચ્ચે અણબનાવના સમાચાર હજુ પણ હેડલાઈન્સ બની રહ્યા છે. જો કે, બાદશાહે પહેલેથી જ કહ્યું છે કે તે હની સિંહ સાથે કામ કરવા માગે છે, જોકે રેપરે તેની સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો છે.

યુટ્યુબ પર હની સિંહના ફેને એક રેપ સોન્ગ બનાવીને બાદશાહને જવાબ આપ્યો છે.હની સિંહના ઇન્સ્ટાગ્રામ પર ૧૬ મિલિયનથી વધુ ચાહકો છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ગાયકના ચાહકોની સંખ્યા કેટલી છે. હની સિંહના ગીતો જ નહીં પરંતુ તેની લાઈફ પણ ઘણી વિવાદાસ્પદ રહી છે.

તેના ગીતોને લઈને વિવાદો છે, પરંતુ હની સિંહ ક્યારેક છૂટાછેડાને લઈને વિવાદોથી ઘેરાયેલો રહે છે તો ક્યારેક ડિપ્રેશનમાં પણ રહે છે. આ સિવાય તેની અને બાદશાહ વચ્ચે વર્ષાેથી ચાલતો ઝઘડો પણ ફેન્સ તેને ભૂલવા દેતો નથી.હવે જ્યારે રેપરના જીવનમાં આટલો બધો મસાલો છે, તો તેને ચોક્કસપણે સ્ક્રીન પર લાવવામાં આવશે.

આવી સ્થિતિમાં, ટૂંક સમયમાં તમે હની સિંહની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવા મળશે, જેનું નામ છે – ‘યો યો હની સિંહઃ ફેમસ’. આ ડોક્યુમેન્ટરી ફિલ્મની જાહેરાત થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.