લુપ્ત થતી ચકલીને બચાવવા આ ગ્રુપનું અનોખું અભિયાન
સુરત, ગુજરાત સહિત સુરત શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી જાેવા મળ્યો છે ત્યારે માણસો તો ત્રાહિમામ પોકારી જ ચુક્યા છે પરંતુ પશુ-પક્ષીઓ પણ ત્રસ્ત છે. ત્યારે સુરતની એક સેવાભાવી સંસ્થા હંસ આર્ટ ગ્રુપ દ્વારા છેલ્લા ૬ વર્ષમાં ૧૦૦૦ કે ૨૦૦૦ નહીં પરંતુ ૭૦ હજાર થી વધુ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે . સાથે જ તેઓ ગરમીનો શિકાર ન બને તે માટે ૪૦૦૦ ફીડર પણ નિઃશુલ્ક વિતરિત કરવામાં આવ્યા છે. Hans Art Group Sparrow Villa
ચકલી ખાસ કરીને ઉનાળા દરમિયાન માળા બનાવે છે અને આખું વર્ષ તેને સાચવે છે ત્યારે પક્ષી પ્રેમીઓ દ્વારા તેમને માટે ખાસ માળાઓ, માટીના પાણીના વાસણ જેવી વસ્તુઓ પણ અલગ અલગ સ્થળોએ મુકવામાં આવી રહ્યા છે. અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિલુપ્ત થવાના આરે આવેલી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સુરતના હંસ આર્ટ ગ્રુપ દ્વારા ચકલી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત હજારોની સંખ્યામાં માળાનું વિતરણ કર્યું છે. આ માળા બનાવવા માટે ગ્રુપના સભ્યો પોતાના શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને સેવા રૂપી કાર્ય કરવા માટે અહીં આવી માળા તૈયાર કરે છે.
સામાન્ય લોકો કે જે ચકલીઓની સંખ્યા વધારવા માટે અને એક સેવાના કાર્ય રૂપે માળા લેવા આવે છે તેમને આ માળા નિશુલ્ક આપવામાં આવે છે. જ્યારે કોઈ સંસ્થા મોટી સંખ્યામાં લેવા આવે તો તેમને પડતર કિંમતે આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં ઉત્તરાયણ પહેલા પતંગની દોરીથી કપાતા નિર્દોષ પક્ષીઓની સેવા માટે આ ગ્રુપ દ્વારા અભિયાન શરૂ કરાયું હતું. શરૂઆતમાં ગ્રુપ દ્વારા ઘરકામમાં ફર્નિચરની બચેલી પ્લાય માંથી માળા બનાવતા હતા.
છેલ્લા ૬ વર્ષમાં ૭૦ હજાર જેટલા વુડન સ્પેરો વીલા બનાવી ફ્રી માં વિતરિત કરવામાં આવ્યા છે. આ અંગે સંસ્થાના ૩૭ વર્ષના પ્રમુખ પરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે , વિશ્વમાં ૧૮ પ્રકારની ચકલીઓ છે. જેમાંથી ભારતમાં માત્ર ઘર ચકલી જ જાેવા મળે છે.
ચકલીઓની સંખ્યા વધારી શકાય એ માટે અમે આ અભિયાન શરૂ કર્યું હતું અને તે અથાગ પણે શરૂ રહેશે. સામાન્ય લોકો માટે માળા ફ્રી માં જ્યારે કોઈ સંસ્થા લેવા આવે તો તેમને પડતર કિંમતે આપીએ છે. છેલ્લા શ્વાસ સુધી આ અભિયાન ચાલુ રાખવાનું પ્રણ છે . તેમજ હાલમાં માટીનું કુંડા વિતરણ ચાલુ છે. ચકલીના માળા લોકો લેવા આવે ત્યારે તેમને ઘરે એક પાણીનું કુંડુ લગાવવા માટે વિનંતી કરીએ છે.
આપણા મોટા મોટા ઘરોમાં એક નાની એવી જગ્યા ચકલીને પણ આપવી જાેઈએ. અત્યારે જે લોકો પોતાના ઘરે સ્પેરો વિલા લગાવે છે તેને ત્યાં ૧ થી ૨ દિવસમાં ચકલીએ માળા બનાવ્યા છે. લોકોને બચ્ચા થયા પછી ગ્રુપ દ્વારા વિડિયો અને ફોટો પાડવાની ના કહેવામાં આવે છે. કારણકે બચ્ચાઓની આંખો ફ્લેશ થી અંજાઈ જાય છે અને ચકલીને ડર લાગે છે.SS1MS