કંગના સાથે કામ કરવાના ર્નિણયને પોતાની સૌથી મોટી ભૂલ માને છે હંસલ મહેતા
મુંબઈ, અભિનેત્રી કંગના રનૌત પોતાની ફિલ્મોની સાથે સાથે વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેની ફિલ્મ ધાકડ બોક્સઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઈ હતી. પરંતુ અત્યારે તે પોતાની ફિલ્મ સિમરનને કારણે ચર્ચામાં છે.
આ ફિલ્મમાં કંગનાના રોલ, અભિનય અને સ્ક્રીન પ્રેઝન્સના ખૂબ વખાણ થયા હતા, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ નહોતી કરી શકી. સિમરન પછી કંગના રનૌતને બીજી ઘણી ફિલ્મો ઓફર થઈ હતી. પરંતુ ફિલ્મમેકર હંસલ મહેતાએ સિમલન બાબતે એક મોટું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે હંસલ મહેતાએ તાજેતરમાં જ પોતાની લોન્ગટાઈમ પાર્ટનર સફીના હુસૈન સાથે લગ્ન કર્યા છે.
તેમણે કંગના સાથે કામ કરવાનો અનુભવ જણાવ્યો છે. સિમરન ફિલ્મને હંસલ મહેલાએ ડાયરેક્ટ કરી હતી. તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન હંસલ મહેતાએ જણાવ્યું કે કંગના રનૌત સાથે કામ કરવું એક મોટી ભૂલ હતી. ચોક્કસપણે તે એક સારી અભિનેત્રી છે.
આ સિવાય હંસમ મહેતાએ જણાવ્યું કે, કંગનાએ ફિલ્મ પ્રોડક્શનનું કામ પોતાના હાથમાં લઈ લીધુ હતું. મારી પાસે સંભાળવા માટે કંઈ બાકી જ નહોતુ રહ્યું. મેં માત્ર એ જ શૂટ કર્યું જે કંગના શૂટ કરવા માંગતી હતી. હંસલ મહેતાએ જણાવ્યું કે, કંગના એક પ્રતિભાશાળી અભિનેત્રી છે.
પરંતુ તેણે પોતાના વિશે ફિલ્મો બનાવીને પોતાને સીમિત કરી લીધી છે. તમારે તમામ કેરેક્ટરને એવા બનાવવાની જરૂર નથી જેમ તમે વિશ્વાસ કરવા માંગો છો કે આ તમે પોતે છો. આ સિવાય હંસલ મહેતાએ ધાકડ ફિલ્મના પોતાના ગીત શી ઈઝ ઓન ફાયર વિશે પણ વાત કરી હતી. હંસલ મહેતા જણાવે છે કે, તે માત્ર પોતાના વિશે વાત કરી રહી છે. તે એક મોટી સ્ટાર છે અને એક સારી અભિનેત્રી છે.
પરંતુ તેની સાથે કામ કરવું એક મોટી ભૂલ હતી. તમને જણાવી દઈએ કે સિમરન ફિલ્મ ૨૦૧૭માં રીલિઝ થઈ હતી જેમાં સોહમ શાહ પણ જાેવા મળ્યો હતો.
હંસલ મહેતા હવે કાર્તિક આર્યન સાથે કેપ્ટન ઈન્ડિયા નામની ફિલ્મમાં કામ કરશે. કંગનાની વાત કરીએ તો તાજેતરમાં તેની ફિલ્મ ધાકડ રીલિઝ થઈ હતી. કંગનાએ ફિલ્મને ખૂબ પ્રમોટ કરી હતી. લગભગ ૮૫ કરોડના બજેટમાં આ ફિલ્મ બની હતી, પરંતુ માંડ ૩ કરોડ જ કમાણી કરી શકી હતી.SS1MS