હંસિકા મોટવાણી ડિસે.માં દુલ્હન બનવા જઈ રહી છે

મુંબઈ, હંસિકા મોટવાણી તેની પર્સનલ લાઈફને પ્રાઈવેટ જ રાખવામાં માને છે અને આ અંગે ભાગ્યે જ વાત કરે છે. જાે કે, લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો એક્ટ્રેસ ખૂબ જલ્દી દુલ્હન બનવા જઈ રહી છે. તે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવાની છે.
રિપોર્ટ પ્રમાણે, તે શાહી અંદાજમાં લગ્ન કરવાની છે અને આ માટે તેણે ૪૫૦ વર્ષ જૂનો મહેલ પસંદ કર્યો છે. તેના લગ્નના તમામ ફંક્શન જયપુર સ્થિત મુંડોતા કિલ્લામાં થશે. હંસિકા મોટવાણી કે તેના પરિવારના કોઈ પણ સભ્યએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.
પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયપુરના આ કિલ્લામાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગ્નમાં જનારા મહેમાનોનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે તેવી માહિતી પણ મળી છે.
જાે કે, તે કોની સાથે લગ્ન કરવાની છે તે અંગેનું રહસ્ય અકબંધ છે. હંસિકા મોટવાણીના કરિયરની વાત કરીએ તો, તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એક્ટિંગની શરૂઆત કરી હતી. તે પોપ્યુલર ટીવી સીરિયલ શાકા લાકા બૂમ બૂમ, ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી તેમજ સોન પરી સહિતના શોમાં કામ કરી ચૂકી છે. તે હૃતિક રોશન સાથે ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં પણ જાેવા મળી હતી.
આ સિવાય એક્ટ્રેસ આપકા સુરુર, મની હૈ તો હની હૈ સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હાલ, તે બોલિવુડથી દૂર છે અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. હંસિકા મોટવાણી અત્યારસુધીમાં કુલ મળીને ૫૦ ફિલ્મો કરી ચૂકી છે. જુલાઈમાં રિલીઝ થયેલી ‘મહા’ તેની ૫૦મી ફિલ્મ હતી.
આ દરમિયાન હંમેશા પ્રેમ અને સપોર્ટ આપનારા પરિવારના સભ્યો તેમજ ચાહકોનો તેણે આભાર માન્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, ‘જ્યારે હું પરિવાર કહું ત્યારે તે વ્હાલા ચાહકો વગર અધૂરો છે, જેઓ મારા કરિયરની શરૂઆતથી અત્યારસુધી અત્યંત પ્રેમ આપતા આવ્યા છે.
હું મારી ૫૦મી ફિલ્મ ‘મહા’ રિલીઝ થવા ખાસ દિવસ નિમિત્તે ખુશી સાથે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી રહી છું’. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર સેલિબ્રિટીમાંથી એક છે, તે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે.SS1MS