હાંસોલની સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓએ બાળલગ્ન પ્રતિબંધિત અધિનિયમ-2006 અંતર્ગત વિવિધ જાણકારી મેળવી
મહિલાઓ અને કિશોરીઓને 181 અને 1098 હેલ્પલાઈન નંબરની સમજ આપવામાં આવી
વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા
મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા હાંસોલ ખાતે સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓ સાથે બાળલગ્ન પ્રતિબંધિત અધિનિયમ-2006 વિશેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન યોજનાના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી જીતેશ સોલંકીએ બાળલગ્ન પ્રતિબંધિત અધિનિયમ વિશે, તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઈન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર અંગે માહિતી આપી હતી.
તદુપરાંત, સ્પેશિયાલિસ્ટ ઈન ફાઈનાન્સ લીટરસી સુશ્રી હેમલ બારોટ દ્વારા વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના ઉપરાંત પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર યોજના અને કેન્દ્ર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર યોજનાઓની માહિતી આપી સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓને જાગૃત કર્યા હતા.