Western Times News

Gujarati News

અમદાવાદમાં ૩૩ કલાક ૩૩ મીનીટ નોન સ્ટોપ હનુમાન ચાલીસા ગવાશે

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં આંગણે પ્રથમવાર વર્લ્ડ રેકોર્ડ કાર્યક્રમ યોજવાનો છે. જેમાં ૩૩ કલાક ૩૩ મીનીટ નોન સ્ટોપ હનુમાન ચાલીસા તથા ૩૩ કલાક દરમ્યાન દર એક કલાકે સેવાકાર્યો પ્રોજેકટનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ ર૩-૯-ર૦રર શુક્રવારે સવારે ૮ કલાકથીી ર૪-૯-રર ને શનીવારે સાંજે ૬ કલાકે સુધી ભારત માતા મંદીર, સેકટર-૭ એ ગાંધીનગર ખાતે યોજાશે.

વિશ્વમાં પ્રથમ વખત લાયસન્સ ઈન્ટરનેશનલની કલબો દ્વારા નોન સ્ટોપ હનુમાન ચાલીસા તથા મેગા સર્વીસ પ્રોજેકટનું આ પ્રકારનું વર્લ્ડ રેકોર્ડ આયોજન થયેલ છે. જેમાં અમદાવાદની પ્રખ્યાત મીલીનીયમ ઈવેન્ટસમાં નિરવવ ગજજરની ટીમ દ્વારા કરાઓકે મ્યુઝીક પર હનુમાન ચાલીસા અલગ અલગ કલાકારોના સુમધુર કંઠે ૩૩ કલાક ૩૩ મીનીટ નોન સ્ટોપ ગાવામાં આવશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન નગરના આગેવાનો ૩૩ કલાક દરમ્યાન કોઈપણ સમયે ઉપસ્થિત રહેશે ત્યારે હનુમાનદાદાની આરતી તથાા પ્રસાદનો લાભ મળશે તથા તેઓ દ્વારા દર કલાકે એક સેવાકીય કાર્યનું વિરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન નીચે મુજબની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાનાર છે. બ્લડ ડોનેશન, બ્લડ ગ્રુપ ચેકઅપ ડાયાબીટીસ અને બી.પી. ચેક-અપ મેડીકલ ચેકઅપ કેમ્પ આંખોની તપાસ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.