સાકરિયામાં હનુમાનજી મંદિરે ભારે ઉલ્લાસભેર હનુમાન જયંતિની ઉજવણી થશે
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના સાકરીયા ગામે સ્વયંભૂ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. હજારો શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે. આ પ્રસંગે અહીં મારૂતિયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અરવલ્લી અને સાબરકાંઠા બંન્ને જિલ્લાઓમાં આજે ચૈત્ર સુદ-પુનમે વિવિધ સાકરિયામાં આ વર્ષે ભવ્ય આયોજન ક્રાયુ હોવાનું યુવા કાર્યકર કૌશિક પટેલે જણાવ્યું હતું.જ્યાં હજારો શ્રધ્ધાળુઓ પૂર્ણ ડો ભક્તિભાવથી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે. આ ઉપરાંત હનુમાન જયંતિ નિમિત્તે હું અરવલ્લી-સાબરકાંઠામાં ઠેરઠેર હનુમાન મંદિરોમાં જયંતિ ઉજવાશે
મોડાસાના સાકરીયામાં પણ ભીડભંજન હનુમાન મંદિરે મારૂતિયજ્ઞ સાથે ભવ્ય ઉજવણી થશે તાલુકાના સાકરીયા ગામથી એકાદ કિ.મી.ના અંતરે આજથી થોડાક વર્ષો પહેલાં ખેતરમાં સ્વયંભૂપ્રગટ થનાર હનુમાનજીની મૂર્તિની ઉમંગભેર પ્રાણપ્રતિષ્ઠા કરી તેની ત્યાં જ સ્થાપના કરવામાં આવી હતી જે આજે ભીડભંજન હનુમાન મંદિર તરીકે પ્રખ્યાત છે
અહીં ચૈત્રસુદ-પુનમ એટલે હનુમાન જયંતિના દિવસે આખા મંદિર પરિસરને રોશનીથી ઝળહળતુ કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોડાસાના ટીંટોઈ ગામે પ્રાચીન હનુમાન મંદિરે હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી સહયોગી મહંત તેમજ હનુમાન સેવા મંડળ દ્વારા ઉમંગભેર કરવામાં આવશે જેમાં દિવસભર સદગુરૂ મંડળ તેમજ ગોપી મંડળના ભજન કિર્તનનો કાર્યક્રમ પણ યોજાશે