Western Times News

Gujarati News

હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસની આવક થઈ

અમદાવાદ, જણસીઓના વેચાણ માટે હાપા માર્કેટયાર્ડ એક વિશ્વસનીય સ્થળ છે. ૯મી ફેબ્રુઆરીના રોજ હાપા માર્કેટયાર્ડમાં જુવાર, બાજરી, ઘઉં, અડદ, તુવેર, વાલ, મકાઈ, ચણા, મગફળી, એરંડા, રાયડો, લસણ, કપાસ, જીરું, અજમો ધાણા, મરચા, સૂકી ડુંગળી, સોયાબીન અને વટાણા જેવા પાકોની આવક નોંધાઈ હતી.

૯મી ફેબ્રુઆરીના રોજ ૯૦૧ ખેડૂતો પોતાના જણસીના વેચાણ માટે આવ્યા હતા. વિવિધ જણસીઓની કુલ ૩૯,૬૮૭ મણ આવક નોંધાઈ હતી. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ૯મી ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ કપાસની આવક થઈ હતી. કપાસની જંગી આવક સામે ભાવમાં ઘટાડો હજુ પણ યથાવત રહ્યો હતો, જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

૯મી ફેબ્રુઆરીના રોજ હાપા યાર્ડમાં ૩૬૮ ખેડૂતો કપાસ વેચવા માટે આવ્યા હતા.યાર્ડમાં ૨૦,૮૮૭ મણ કપાસ ઠલવાયો હતો, તેના ભાવ ૯૦૦ રૂપિયાથી માંડી ૧૫૧૫ રૂપિયા બોલાયા હતા. બીજી બાજુ લસણના સૌથી સારા ભાવ મળી રહ્યા છે. લસણના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

૯મી ફેબ્રુઆરીના રોજ ૩,૮૦૦થી માંડી ૬૭૦૦ જેવા લસણના ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ ફરી વળ્યો હતો. કુલ ૬ ખેડૂતો લસણનું વેચાણ કરવામાં આવ્યા હતા તેમજ કુલ ૫૪ મણ આવક નોંધાઈ હતી. હાપા માર્કેટયાર્ડ ખાતે જીરુંના ભાવમાં પણ સુધારો જણાયો છે અને ૯મી ફેબ્રુઆરીના જીરૂના ભાવ રોજ ૫૩૦૦થી માંડી ૬૩૬૫ રૂપિયા બોલાયા હતા.

કુલ ૪૬ ખેડૂતો જીરુંના વેચાણ માટે આવ્યા હતા, જીરુંની કુલ આવક ૮૯૪ મણ નોંધાઈ હતી. જામનગર પંથકનો અજમો જગતભરમાં પ્રખ્યાત છે. ૯મી ફેબ્રુઆરીના રોજ હાપા માર્કેટયાર્ડમાં અજમાની પણ આવક નોંધાઈ હતી. અજમાની આવક કુલ ૫૨૨૮ મણ નોંધાઈ હતી.

જ્યારે અજમાનો ભાવ ૨૪૦૦ રૂપિયાથી માંડીને ૫૦૩૦ રૂપિયા સુધી નોંધાયો હતો. બીજી તરફ ૯મી ફેબ્રુઆરીના રોજ મગફળીની હાપા યાર્ડમાં સારી એવી આવક નોંધાઈ રહી હતી અને ૧૦૫૦થી ૧૨૯૦ રૂપિયાના ભાવ બોલાયો હતો. ૯મી ફેબ્રુઆરીના રોજ સૂકા મરચાની ૯૮૫ મણની આવક થઈ હતી વધુમાં સૂકા મરચાના ૧૨૦૦થી લઈ ૩૦૦૦ રૂપિયા જેવા ભાવ મળ્યા હતા.

ડુંગળીના ભાવ ૫૦ રૂપિયાથી ૨૭૦ જેવા મળ્યા હતા તેમજ સોયાબીનના ભાવ ૮૦૦ રૂપિયાથી ૮૪૫ અને વટાણાના ભાવ ૫૦૦ રૂપિયાથી ૧૩૧૫ નોંધાયા હતા. એરંડાના ભાવ ૧૦૦૦ રૂપિયાથી ૧૧૦૫ રૂપિયા અને રાયના ભાવ ૧૧૫૦થી ૧૩૪૨ જેવા મળ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.