હપ્પુ અને બેની તેમની પત્નીઓને પાછી લાવવા માટે શું યોજના બનાવે છે?
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં કટોરી અમ્મા કહે છે, “નરગિસ કટોરી અમ્મા (હિમાની શિવપુરી)ની સામે પોતાના પુત્રનાં લગ્નમાં મળેલી જ્વેલરીનો દેખાડો કરે છે. ઈર્ષા પામેલી અમ્મા રાજેશ (કામના પાઠક) અને હપ્પુ (યોગેશ ત્રિપાઠી)નાં લગ્નમાં ગબ્બર પાસેથી મળેલી બધી જ્વેલરી બતાવવાનું શરૂ કરે છે.
એચસીઆર (આર્યન પ્રજાપતિ, ઝારા વારસી અને સોમ્યા આઝાદ) શાળામાંથી ઘરે આવે છે અને અમ્માજીને સોનાની શુદ્ધતા ઓળખવામાં મદદ કરતા રસાયણ વિશે શાળામાં શીખવવામાં આવ્યું તે વિશે માહિતી આપે છે. રસાયણની મદદથી તપાસ કરતાં ગબ્બરની બધી જ્વેલરી નકલી હોવાનું બહાર આવે છે.
અમ્માજી આવેશમાં ગુસ્સામાં ગબ્બર પાસેથી 15 લાખ માગે છે અને જો પૈસા નહીં આપી શકે તો રાજેશ અને બિમલેશ (સપના સિકરવાર)ને તેની પાસે પાછી મોકલી દેશે એવું કહે છે. રાજેશ અને બિમલેશને દુઃખ પહોંચે છે અને તેથી તેઓ ઘર છોડી જાય છે.
આ પછી હપ્પુ અને બેની તેમની પત્નીઓને પાછી લાવવા માટે યોજના બનાવે છે અને તેઓ બંને કમિશનર (કિશોર ભાનુશાલી) પાસેથી 15 લાખ પડાવીને ગબ્બરને આપવા માટે કમિશનરની પત્નીનું અપહરણ કરવાનું નક્કી કરે છે.
જોકે તેઓ અપહરણકર્તા તરીકે કમિશનરને પૈસા માટે ફોન કરે છે ત્યારે તે એવો ઉત્તર આપે છે કે મને પત્ની પાછી જોઈતી નથી, જેને લીધે હપ્પુ અને બેનીની યોજના ભાંગી પડે છે. શું હપ્પુ અને બેની તેમની પત્નીઓને પાછી લાવી શકશે? “