કોમેડી માટે લોકપ્રિય “હપ્પુ કી ઉલટન પલટને” 800 એપિસોડ પૂરા કર્યા

કોમેડી સૌથી મુશ્કેલ પ્રકાર હોવાનું કહેવાય છે અને બહુ ઓછ શો દર્શકોને સતત હસાવતા રહે છે. એન્ડટીવી પર હપ્પી કી ઉલટન પલટનતેની ઘરેલુ કોમેડી માટે લોકપ્રિય છે. દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી), તેની દબંગ દુલ્હન રાજેશ (કામના પાઠક) અને તેની સતત નોકઝોક કરતી માતા કટોરી અમ્મા (હિમાની શિવપુરી)ની કોમેડીની ટ્રેજેડીઓ સાથેના આ શોએ એખ પછી એક પેટ પકડાવીને હસાવનારી વાર્તાઓ સાથે દર્શકોનું મનોરંજન કર્યું છે.
તેના સફલ 800 એપિસોડ પૂરા થયા તે દર્શકોમાં શોની લોકપ્રિયતાનો દાખલો છે. આ સફળતા વિશે બોલતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “શોનો ત્રણ વર્ષમાં સફળ પ્રવાસ ઉજવણીનું મોટું કારણ છે અને હવે 800 એપિસોડની સિદ્ધિ સોનામાં સુગંધ જેવી છે. દર્શકો માટે અમે નિર્માણ કરેલી મોજીલી યાદો આખી ટીમ માટે ગૌરવની બાબત છે.
અમે પ્રવાસ કરીએ ત્યારે અમારા ચાહકો અમારા મોજીલી ડાયલોગ સાથે અમને આવકારે છે, જે અમારે માટે સૌથી ઉત્તમ શુભેચ્છા હોય છે. હું અમારી અસમાંતર કોમેડી કન્ટેન્ટની હંમેશાં સરાહના કરવા માટે દર્શકોનો ખૂબ ખૂબ આભારી છું અને અમારા બધા દર્શકો માટે આવી ઘણી બધી હાસ્યસભર વાર્તાઓથી તેમનું મનોરંજન ચાલુ રાખવા માગું છું.”
કામના પાઠક ઉર્ફે રાજેશ હપ્પુ સિંહ કહે છે, “800 એપિસોડ પૂરા કર્યા તે આખી ક્રિયેટિવ અને સપોર્ટ ટીમની દર્શકો માટે ઉત્તમ કોમેડી શોમાંથી એક પ્રસ્તુત કરવા માટેની સખત મહેનત દર્શાવે છે. હું માનું છું કે રાજેશનું જીવન જીવવાથી મારા જીવનમાં ખુશી આવવા સાથે બધા ચાહકો માટે ભરપૂર ખુશી અને મનોરંજન પણ લાવ્યા છીએ.”
હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, “આવી સફળતા કલાકારોને સિદ્ધિનું ભાન કરાવે છે અને અમે યોગ્ય પંથે છીએ. મને ખુશી છે કે અમારા દર્શકો હાસ્યસભર વાર્તા માણી રહ્યા છે અને આવી વધુ અદભુત વાર્તા લાવતા રહેવા માટે અમને પ્રોત્સાહન મળે છે.”