“હપ્પુ કી ઉલટન પલટન”ના કમલેશ માટે અસાધારણ બર્થડેની ઉજવણી!
બર્થડે હંમેશાં વિશેષ હોય છે, કારણ કે તે દિવસે તેમના પરિવાર અને મિત્રોનું ધ્યાન તેમની પર કેન્દ્રિત હોય છે અને બહુ વહાલ મળે છે. બધા જ તેમના વિશેષ દિવસની અનોખી રીતે ઉજવણી કરે છે. અમુક પાર્ટી રાખે છે, અમુક દાન કરે છે અથવા કાજને ટેકો આપવા દિવસ વિતાવે છે, અમુક પ્રવાસ કરે છે,
અમુક ઈનડોર રહેવાનું પસંદ કરે છે અને અમુક સહજ તથા શાંત સમય વિતાવવાનું પસંદ કરે છે. જોકે એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં આપણો કમલેશ ઉર્ફે સંજય ચૌધરીએ આ વર્ષે અસાધારણ રીતે બર્થડેનું નિયોજન કર્યું છે. તો ચાલો, આ યુવા અભિનેતા સાથે સંક્ષિપ્ત વાર્તાલાપ થકી તે વિશે વધુ જાણીએ.
1. આ વર્ષે તારા બર્થડે માટે શું પ્લાન છે?
બર્થડે હંમેશાં પરિવાર સાથે સમય વિતાવવાનો અને મારા મનગમતાં ખાદ્યો ઝાપટવાનો દિવસ હોય છે. દર વર્ષે હું રજા લઈને મારા વતનમાં જાઉં છું, પરિવાર સાથે સમય વિતાવું છું અને માતાના હાથનું ખાવાનું માણું છું. જોકે આ વર્ષે મેં મારી માતાને ખાવાનું બનાવવામાંથી બ્રેક આપવાનો નિર્ણય લીધે છે. તેને બદલે મારા વાલીઓ મુંબઈમાં આવશે. તેઓ મુંબઈથી પરિચિત નહીં હોવાથી હું તેમને સંપૂર્ણ મુંબઈ દર્શન કરાવીશ!
2. તો આ મુંબઈ દર્શન વિશે એટલું વિશેષ શું છે?
કહેવાય છે કે ઉત્તમ પ્લાન એકાએક બનતા હોય છે અને મુંબઈ જોવાની અને અનુભવવાની ઉત્તમ રીત સ્થાનિક સ્તરે પ્રવાસ કરવાની છે. જોકે પ્રવાસનો અર્થ વિખ્યાત સ્થળોને યાદીમાંથી દૂર કરવું એવો નથી.
આથી અમે સૂર્યોદયજોવા માટેવહેલી સવારે જાગીને અમારાં દર્શન શરૂ કર્યાં. આ પછી અમે મજેદાર સવારની હવા માણવા માટે જુહુ બીચની મુલાકાત લીધી અને તે પછી દર્શન માટે વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરે ગયાં અને તે પછી મહાલક્ષ્મી મંદિરનાં દર્શન કર્યાં. આ પછી સ્થાનિક હોટેલમાં જઈને પેટ ભરીને દક્ષિણ ભારતીય નાસ્તો કર્યો.
અમે ગલીઓમાંના અનેક શોપિંગ હોટસ્પોટ, ખાઉગલીઓ અને અમુક ઐતિહાસિક સ્થળોની બાકી દિવસ દરમિયાન મુલાકાત લીધી હતી. જોકે લોકલ ટ્રેનમાં પ્રવાસ વિના મુંબઈ દર્શન અધૂરું રહી જાય છે. આ સૌથી યાદગાર અવસર હોય છે અને મારા વાલીઓને આભારી મને મુંબઈ, તેની સંસ્કૃતિ અને તેના લોકો વિશે ઘણું બધું જોવા અને ખોજ કરવા મળ્યું.
3. શું તું કોઈ વિશેષ બર્થડે રિવાજ ધરાવે છે?
અમુક રિવાજ હંમેશાં ધરાવતો રહ્યો છું. જોકે આ વર્ષે તેનું પાલન નહીં કરવાનું નક્કી કર્યું. આથી મારી માતાએ બેક કરેલા સ્વાદિષ્ટ કેક ખાવા સાથે શરૂઆત કરું, જે પછી મારી ભાવતી વાનગીઓ ખાઉં છું. ઉપરાંત મારો દિવસ ગરીબ બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ફૂડ પેકેટ્સ, ચોકલેટ્સ, પેસ્ટ્રીઝ અને સ્નેક્સ ખરીદીને વહેંચવા સમર્પિત કરવા પણ પ્રયાસ કરું છું. તેમના ચહેરા પર સ્મિત જોઈને મને બેહદ ખુશી થાય છે. તે મારો દિવસ વધુ વિશેષ બનાવે છે.
4. તને આજ સુધી સૌથી યાદગાર કઈ ગિફ્ટ મળી છે?
હું ભાગ્યશાળી છું કે મારો ચાહક વર્ગ મારો બર્થડે હોય કે નહીં તો પણ મને પ્રેમના પ્રતિકરૂપે ગિફ્ટ્સ મોકલતો રહે છે. મારી એક ચાહક શનાયા પાસેથી મને મળેલી ગિફ્ટ આજ સુધીની સૌથી યાદગાર છે. તેણે મને મારું નામ લખેલો કોફી મગ આપ્યો, જે અંધારિયા રૂમમાં ચમકે છે અને રંગ બદલે છે. આ ગિફ્ટ મારે માટે અત્યંત વિશેષ છે અને મેં મારા લિવિંગ રૂમમાં તેને પ્રદર્શનમાં રાખ્યો છે.
5. તારા સહ-કલાકારો સાથે ઉજવણી વિશે કહે.
મને યાદ છે કે આશના કિશોર (કેટ) અને અન્ય બાળકોએ ગયા વર્ષે મારો મેક-અપ રૂમ શણગાર્યો ,હતો. તેઓ હવે મારા પરિવારનો મહત્ત્વનો ભાગ છે અને તેમના વિના કોઈ પણ ઉજવણી અધૂરી છે. હું તેમને માટે ઉત્તમ લંચની પણ વ્યવસ્થા કરવા માગું છું. તો ચાલો, આ વર્ષે મને વિશેષ લાગણી કરાવવા તેમના શું પ્લાન છે તે પ્રથમ જોઈએ (હસે છે).
6. આ બર્થડે પર કોઈ વિશેષ વિશ છે?
મારી એકમાત્ર વિશ લોકોએ મારા પાત્ર કમલેશ અને તેના બોલકણાપણાને પ્રેમ આપવાનું ચાલુ રાખવું જોઈએ તે છે. મને મારા ચાહકોનો પ્રેમ અને સરાહના જરૂર છે. હું મારા પરિવાર અને ચાહકોને ગૌરવ મહેસૂસ કરાવવા દરેક તકનો લાભ લેવા અને સખત મહેનત કરવાનું ચાલુ રાખવા માટે ભાર આપતો રહીશ.