કોઈ કહે છે તમારી પુત્રી અદભુત અભિનેત્રી છે ત્યારે મને ગૌરવ મહેસૂસ થાય છે

રાષ્ટ્રીય પુત્રી દિવસ દર વર્ષે આપણા જીવનમાં યુવા મહિલા અને છોકરીઓની સરાહના કરવાનું યાદ અપાવવા અને સરાહના કરવા માટે ઊજવવામાં આવે છે. આ દિવસની યાદગીરીમાં એન્ડટીવી પર મુખ્ય પાત્રો ભજવતી મહિલાના વાલીઓ તેમનું ગૌરવ, ખુશી અને સરાહના વ્યક્ત કરે છે.
આમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા), કામના પાઠક (રાજેશ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ)ના વાલીઓનો સમાવેશ થાય છે.
એન્ડટીવી પર દૂસરી મામાં યશોદાની ભૂમિકા ભજવતી નેગા જોશીની માતા હેમા જોશી કહે છે, “મેં પહેલી વાર નેહાને મારા હાથોમાં ઊંચકી ત્યારથી આજ સુધી મારું મન એકદમ ફ્રેશ છે. તેણે મારી પાસે જોયું ત્યારે મારી અંદરની ભાવનાઓ ઊભરાઈ આવી હતી અને મારી આંખોમાંથી આંસુ વહી આવ્યાં હતાં.
તે સમયે ત્યાં હાજર ઘણા લોકોને એવું થયું કે મને દીકરી જન્મી હોવાથી હું રડી રહી છું અને તેમણે મને સાંત્વન આપવાનું શરૂ કર્યું. મારે તેમને સમજાવવા પડ્યાઃ ના, આ આંસુ ખુશીનાં છે, કારણ કે હું બાળકી જ જન્મે એવી આશા રાખતી હતી (હસે છે). તે અવસર બહુ અમૂલ્ય હતો અને મારા શબ્દોમાં હું વ્યક્ત કરી શકું એમ નથી.
નેહા હંમેશાં અનુકંપા, વહાલી, શિસ્તપ્રિય, ભોળી અને ક્રિયાત્મક બાળકી રહી છે. તેણે ગાયન અને નૃત્ય થકી તેના બધા મિત્રો અને પરિવારના સભ્યોનું મનોરંજન કર્યું છે. મેં તેને દરેક રીતે ટેકો આપ્યો હતો અને તેના અભ્યાસ ઉપરાંત મેં અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં પણ તેની વધુ સંભાળ રાખી હતી.
આજે અંગત અને વ્યાવસાયિક જીવનમાં તેને સફળતાથી સંતુલન જાળવતી જોઈને મને બેહદ ગૌરવની લાગણી થાય છે. તેની સાદગી અને સ્થિતિઓ વિશેની સમજદારી તેને અન્યોથી અલગ બનાવે છે. મુંબઈમાં આવ્યા પછી અને હાલમાં તેના શો દૂસરી મા માટે શૂટ કર્યા પછી પણ નેહા એકેય દિવસ મને કોલ કરીને એવું પૂછવાનું ભૂલી નથી કે મા, તે જમી લીધું?
અમારી વચ્ચે માતા કરતાં પણ મિત્ર જેવો સંબંધ વધુ છે. તે મને ગમે ત્યારે કોલ કરે છે અને અમે બધી જ વાતોનું આદાનપ્રદાન કરીએ છીએ. ઘણી વાર હું તેની પાસેથી સલાહ લઉં છું અને જો કશું ખોટું હોય તો તે મને સુધારે છે. મને તેની અંદર સંપૂર્ણ શ્રદ્ધા છે અને તે મારી બધી ગોપનીયતા જાણે છે.
નેહા ઘરે આવે ત્યારે તેના બોલકણાપણાથી ઘર ખુશી અને હકારાત્મકતાથી ઊભરાઈ આવે છે. આ રાષ્ટ્રીય પુત્રી દિવસ પર હું બધા વાલીઓને પુત્રીઓ તેમને માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે તે કહીને તેમની પુત્રીઓની સરાહના કરવાની સલાહ આપું છું.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશ સિંહની ભૂમિકા ભજવતી કામના પાઠકના પિતા અજય કુમાર કહે છે, “કામનાનો જન્મ થયો ત્યારે મારી પત્નીએ કહ્યું હતું, આજ હમારી મનોકામના પૂરી હુઈ. અને આ રીતે મારા પિતા અને મેં બાકી જીવન માટે તેનું નામ કામના રાખવાનું નક્કી કર્યું
અને તે મારા પિતા દ્વારા નામ અપાયેલી પરિવારમાં એકમાત્ર ભાગ્યશાળી પૌત્રી છે. કામનાની મારા જીવનમાં હાજરી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અમે ઈન્દોરમાં રહીએ તે ઘરને પણ કામના નામ આપ્યું છે, કારણ કે મને ભવિષ્ય માટે મારી બધી આશા અને સપનાં ખીલવાનું શરૂ થયું હોવાનું મેં જોયું છે.
જ્યારે પણ કોઈ આવે અને મને કહે છે કે મેં તમારી દીકરીને હપ્પુ કી ઉલટન પલટનમાં જોઈ અને તે અદભુત અભિનેત્રી છે ત્યારે મને ગૌરવ મહેસૂસ થાય છે. કામનાને કામ માટે અમને છોડીને મુંબઈ જવું પડ્યું ત્યારે તે બહુ અપસેટ હતી. જોકે મને કહેવા દો કે તે પોતાના બર્થડેથી તહેવાર સુધી પરિવાર સાથે તેના બધા વિશેષ દિવસોની ઉજવણી કરવાની ખાતરી રાખે છે.
તેના વ્યસ્ત સમય વચ્ચે તે અમારું નિયમિત ધ્યાન રાખે છે. તે મારી પત્ની અને મારી જોડે વાતો કરે છે અને અમારી વાતો સાંભળે છે. તેના જેવી પુત્રી મળવા પર ગર્વ સાથે આશીર્વાદરૂપ લાગણી થઈ રહી છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભીની ભૂમિકા ભજવતી વિદિશા શ્રીવાસ્તવની માતા મીના શ્રીવાસ્તવ કહે છે, “ભગવાને મને બે વહાલી પુત્રી વિદિશા અને શન્વી આપી છે. એક માતા પુત્રીને સમજે તેટલું કોઈ સમજી નહીં શકે. નોકરિયાત માતા તરીકે મેં હંમેશાં મારી પુત્રીઓ માટે સમય કાઢ્યો છે અને અમારા સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.
અમને જે પણ સમય મળે ત્યારે તેઓ મારી જોડે રહે છે અને તેમના મન અને હૃદયની બધી જ વાતો મને કરે છે. તેઓ મોટી થઈ ત્યારે રસોઈ બનાવવાનું અને વ્યવસ્થાઓ કરવાનું શરૂ કર્યું, જેથી મારું જીવન આસાન બને. આજે બંને સફળ અભિનેત્રી છે
પરંતુ તેઓ પોતાની નામના, ખ્યાતિ અને પરિવારનું જે રીતે સંતુલન રાખે છે તે મને ગમે છે. હું મારી પુત્રીઓ વિનાનું જીવન કલ્પના કરી શકતો નથી, કારણ કે તેઓ મને સંપૂર્ણ મહેસૂસ કરાવે છે. આ દિવસે હું દરરોજ પુત્રી હોવાની ઉજવણી કરવા લોકોને અનુરોધ કરું છું.”