“હપ્પુ કી ઉલટન પલટન” અને “ભાભાજી ઘર પર હૈ” અને “દૂસરી મા” શોમાં થોડી દરાર અને થોડી તકરાર દર્શકોને જોવા મળશે.

એન્ડટીવી પર દૂસરી મા વિશે અશોક કહે છે, “નુપૂર અને આસ્થા કૃષ્ણ (આયુધ ભાનુશાલી) સાથે મૈત્રીનો દેખાડો કરે છે, જેથી તેઓ તેની વિરુદ્ધ પુરાવા શોધવામાં તેમના દાદાજી (સુનિલ દત્ત)ને મદદ કરી શકે. બંસલ ફરી અપહરણનો પ્રયાસ કરે છે અને અપહરણકર્તાને ઘેનની દવા સાથેની કેન્ડી આપે છે.
નુપૂરને ચક્કર આવે છે,સ જ્યારે કૃષ્ણ અને આસ્થા અંદર ભાગે છે અને અપહરણકર્તા તેનું અપહરણ કરેછે. બધા જ નુપૂરને શોધવાનું શરૂ કરે છે, પરંતુ તે મળતી નથી. કૃષ્ણ નુપૂરને શોધી કાઢ્યા પછી જુએ છે કે અપહરણકર્તાઓ ટેમ્પોમાં જઈ રહ્યા છે. તે ઝડપ કરે છે અને નુપૂર બેભાન હોવાનું જુએ છે.
અશોક (મોહિત ડાગા)ને તેના પાડોશી રામ બાબુ પાસેથી કોલ આવે છે, જેમાં તે કહે છે કે તેણે કૃષ્ણને ગુંડાઓ સાથે ટેમ્પોમાં જતો જોયો ચે. ઘરમાં બધાને નુપૂર વિશે ચિંતા છે અને બાબુજી ફરી કૃષ્ણ પર તેના ઠગ મિત્રો સાથે મળીને નુપૂરનું અપહરણ કર્યું એવો આરોપ મૂકે છે. યશોદા (નેહા જોશી) આ સાંભળીને ભાંગી પડે છે. શું કૃષ્ણ નુપૂરને બચાવીને પોતાની નિર્દોષતા સિદ્ધ કરી શકશે?”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટન વિશે દરોગા હપ્પુ સિંહ કહે છે, “બિમલેશ (સપના સિકરવાર) તેની ગેરહાજરીમાં રાજેશ (કામના પાઠક)ના ઘરની જવાબદારીઓ લે છે. કમિશનર (કિશોર ભાનુશાલી)ને જાણવા મળે છે કે હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ની પત્ની તેના ભાઈના ઘરે ગઈ છે અને તેને તેનો લીઝર સમય માણવાની સલાહ આપે છે.
બિમલેશને દિવસરાત કામ કરીને થાક લાગે છે અને કટોરી અમ્મા (હિમાની શિવપુરી)ને ફરિયાદ કરે છે, જે તેની સાથે શરાબ પીવા માટે કહે છે. બે પેગ ઠાંસ્યા પછી બિમલેશને નશો ચઢે છે અને રાજેશ દ્વારા તેની વિરુદ્ધની વાતો કરવા લાગે છે. કટોરી અમ્મા ગુસ્સે થાય છે અને આ વિશે હપ્પુને ફરિયાદ કરે છે.
હપ્પુ બિમલેશના વર્તન વિશે બેની (વિશ્વનાથ ચેટરજી)ને ફરિયાદ કરે છે અને તેને માફી મગાવવા કહે છે. બિમલેશને માઠું લાગે છે અને તે હપ્પુનાં ઘરનાં કામોમાં મદદ નહીં કરવાનું નક્કી કરે છે. કટોરી અમ્મા કમલેશ (સંજય ચૌધરી)ને ઈન્ટર્નશિપ ઓફર કરે છે અને તેને તેના પરિવાર માટે જમવાનું બનાવવા કહે છે, જે માટે તે તૈયાર થઈ જાય છે.
કમલેશ સ્વાદિષ્ટ ખાવાનું બનાવવાનું શરૂ કરે છે અને આખો પરિવાર તેની સરાહના કરે છે, જેને લી બિમલેશ નારાજ થાય છે. બિમલેશ તે પછી તેના પતિ બેનીને તેના મિત્ર હપ્પુ સાથે વાતચીત બંધ કરવા કહે છે. “શું બિમલેશ અને કટોરી અમ્માની લડાઈથી હપ્પુ અને બેનીની મૈત્રી તૂટી જશે?”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈ વિશે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “અંગૂરી (શુભાંગી અત્રે) સપનું જુએ છે અને ચીસ પાડીને ઊઠી પડે છે. તિવારી (રોહિતાશ ગૌર) તેને શાંત કરે છઝે. વિભૂતિ (આસીફ શેખ) પણ સપનું જુએ છે, જેમાં અંગૂરી તેને બેટા કહે છે અને તે નાસીપાસ થઈને જાગી પડે છે.
અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) તેને કારણ પૂછે છે ત્યારે તે ઉત્તર આપવાનું ટાળે છે. માસ્ટર (વિજય કુમાર સિંહ) અને ડોક્ટર (જીતુ ગુપ્તા) સવારે અંગૂરી અને વિભૂતિને આવેલાં સપનાં વિશે વાતો કરતાં સાંભળે છે અને તેઓ તેમને કહે છે કે વહેલી સવારનાં સપનાં સાચાં પડે છે.
તિવારી અવઢવમાં છે. અમ્માજી (સોમા રાઠોડ) અંગૂરીને જાણ કરે છે કે પંડિત રામફલે તેને એવું કહ્યું છે કે તેમણે વીસ વર્ષની ઉંમરના બાળકને દત્તક લેવો જોઈએ અને પરિવારની મિલકતમાં તેને હિસ્સો આપવો જોઈએ. તિવારી પ્રેમ (વિશ્વજિત સોની)ની મદદથી મોડર્ન કોલોનીમાં દત્તક લઈ શકાય તેવા ઉમેદવારોની પરીક્ષા લેવાનું શરૂ કરે છે.
ટીકા અને ટિલ્લુ પરીક્ષામાં નાપાસ થાય છે. આ પછી તિવારી અનિતાનો સંપર્ક કરીને તેની મિલકતના 7 ટકા માટે બદલીમાં વિભૂતિને દત્તક લેવા માટે પૂછે છે. આ પછી અનિતા વિભૂતિને તિવારી અને અંગૂરીના પુત્ર તરીકે દત્તક પુત્ર બની જવા માટે સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે ઈનકાર કરે છે.”