“હપ્પુ કી ઉલટન પલટન”માં નવી દંબગ દુલ્હનિયાના રૂપમાં ગીતાંજલી મિશ્રા!
ભારતીય ટેલિવિઝન મનોરંજનના સ્રોત તરીકે મોટા ભાગના પરિવારોનું અવિભાજ્ય અંગ છે અને અનેક મંત્રમુગ્ધ કરનારાં અને મનોરંજક પાત્રોએ દર્શકોનાં મનમાં વિશેષ સ્થાન જમાવી દીધું છું. આવું જ એક વહાલું પાત્ર એન્ડટીવી પર ઘરેલું કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમા રાજેશ સિંહ છે.
અને હવે દર્શકોને ટૂંક સમયમાં જ શોમાં રાજેશના પાત્રમાં વિખ્યાત અભિનેત્રી ગીતાંજલી મિશ્રા જોવા મળશે. ગીતાંજલી મિશ્રા બેજોડ અભિનય શક્તિ અને ટેલિવિઝન શો તેમ જ વેબ સિરીઝમાં અદભુત પરફોર્મન્સ માટે જાણીતી છે. અત્યંત લોકપ્રિય હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશની ભૂમિકા મળતાં રોમાંચિત ગીતાંજલી મિશ્રા કહે છે, “મને ભારતનાં સૌથી વહાલાં પાત્રમાંથી એક રાજેશનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો તેનાથી ભારે રોમાંચિત છું.
દર્શક તરીકે હું હંમેશાં તેનાં મંત્રમુગ્ધ કરનારાં પાત્રો અને મનોરંજક વાર્તારેખા માટે આ શો જોતી હતી. આ શોએ હંમેશાં મનોરંજન કર્યું છે અને હંમેશાં દર્શકો માટે કાંઈક મનોરંજક અને રોમાંચક આપ્યું છે. જોકે મને ટેલિવિઝન પર જે શો જોવાની બહુ મજા આવતી હતી તેમાં એક દિવસ કામ કરવાનો મોકો મળશે એવું સપનામાં પણ વિચાર્યું નહોતું.
મારો રોમાંચ શબ્દોમાં વર્ણવી શકું એમ નથી અને તેથી વધુ સારી વાત એ છે કે યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ), હિમાની શિવપુરીજી (કટોરી અમ્મા) અને બાકી પલટન જેવા અનુભવી અને ઉત્તમ કલાકારો સાથે પડદા પર કામ કરવાનો મોકો મળ્યો છે. હું એન્ડટીવી અને અમારા નિર્માતાઓ સંજય અને બિનાયફર કોહલીજીએ મારી પર વિશ્વાસ મૂક્યો
અને મને આ અદભુત તક આપી તે માટે તેમની ખૂબ ખૂબ આભારી છું. હું પોતાને બહુ ભાગ્યશાળી અને આશીર્વાદરૂપ સમજું છું. મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી પણ રોમાંચિત છે અને નવી રાજેશના રૂપમાં મને જોવા માટે ઉત્સુક છે. ”
રાજેશનું પાત્ર ભજવવા વિશે ગીતાંજલી કહે છે, “સ્થાપિત ભૂમિકા ભજવવાનું ક્યારેય આસાન હોતું નથી, કારણ કે દર્શકો પાત્ર અને કલાકાર સાથે ઊંડાણથી જોડાયેલા હોય છે. જોકે આ જવાબદારી મનથી સ્વીકારવા માટે હું સંપૂર્ણ સુસજ્જ છું. મને વિશ્વાસ છે કે આ ભૂમિકા ભજવવાની મારી અંદર ક્ષમતા છે, કારણ કે મને આ પાત્ર બહુ ગમતું હતું
અને હું બહુ બારીકાઈથી શો જોતી હતી. હું પાત્રની ખૂબીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને તેના દેખાવ અને વર્તનના સાર્થક કરવા સાથે તેને વધુ રોમાંચક બનાવવાનો પ્રયાસ કરીશ. હું પડદા પર રાજેશની હાજરી અને વર્તનની ચાહક રહી છું. રાજેશ સ્વર્ણિમ અને મજબૂત વ્યક્તિત્વ સાથેની નીડર મહિલા છે. તે પોતાની માન્યતામાં વિશ્વાસ રાખે છે
અને પતિ હપ્પુ કે સાસુ કટોરી અમ્મા તેને આસાનીથી હરાવી શકે એમ નથી. ઉપરાંત તે પરિવારમાં બોલીવૂડનો ડ્રામા અને મનોરંજનનો સ્પર્શ આપે છે. આથી નવી રાજેશને જોવા માટે તૈયાર થઈ જાઓ, જે મનોરંજન, ગ્લેમર અને ઘરેલુ કોમેડીનો વધારાનો ડોખ તમારા ટેલિવિધન સ્ક્રીન પર ટૂંક સમયમાં જ લાવશે. મને ખાતરી છે કે દર્શકો ભારે રોમાંચિત થશે અને નવી દબંગ દુલ્હનિયાને પણ ખુલ્લા હાથ રાખીને આવકારશે.”