સુપ્રિયાએ દીકરાને જન્મ આપતાં કરણના ઘરમાં ખુશીનો માહોલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/Karan.png)
મુંબઈ, ટીવી એક્ટર કરણ પાહવા પિતા બની ગયો છે અને તેના ઘરે દીકરાનો જન્મ થયો છે. કરણની પત્નીની ડિલિવરી શુક્રવારે સવારે તેના વતન કુરુક્ષેત્રમાં (હરિયાણા) થઈ હતી. જણાવી દઈએ કે, એક્ટરે માર્ચ ૨૦૧૯માં વ્લોગર સુપ્રિયા રાજમિત્રા સાથે લગ્ન કર્યા હતા.
ખુશીની વહેંચણી કરતાં એક્ટરે કહ્યું હતું કે ‘હું સાતમા આસમાને છું. તે સૌથી અદ્દભુત લાગણી છે… તેવી લાગણી જેને શબ્દોમાં વર્ણવી ન શકાય. હું જાણતો નહોતો કે આ સ્થિતિમાં પણ હું રડી પડીશ. અતિવાસ્તવ હતું અને તેનાથી વધુ સારી કોઈ લાગણી નથી.
હું ખૂબ ઉત્સાહિત હતો અને મારી પત્ની માટે ચિંતિત પણ હતો, જે આઠ કલાક સુધી લેબર પેઈનમાં હતી. પરંતુ ભગવાનની દયાથી મારી પત્ની અને દીકરો સ્વસ્થ છે. કપલે હજી સુધી તેમના નવજાત બાળકનું નામ વિચાર્યું નથી. આ વિશે કરણે કહ્યું હતું ‘અમે તેની રાશિ પ્રમાણે નામ રાખવા માગીએ છીએ. આ માટે થોડા દિવસો જશે, હાલ તો અમે આ ક્ષણને એન્જાેય કરી રહ્યા છીએ’.
પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનામાં પત્ની સાથે રહેવા માટે એક્ટરે તેના શો ‘અલીબાબા દાસ્તાં-એ-કાબૂલ’માંથી બ્રેક લીધો હતો અને એડવાન્સમાં સીન શૂટ કર્યા હતા. વતન પહોંચ્યા બાદ તમે સુપ્રિયા સાથે સુંદર મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું.
આ તસવીરોને સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. કરણ પાહવા જલ્દી મુંબઈ આવવાનું પ્લાન કરી રહ્યો છે. તેણે કહ્યું હતું ‘મારા દીકરાની નામકરણ વિધિ થઈ જાય પછી હું મુંબઈ જઈશ અને કામ શરૂ કરીશ. સુપ્રિયા ત્યાં જ થોડો સમય રહેશે. તેઓ મુંબઈ ન આવે ત્યાં સુધી હું તેમને મિસ કરીશ.
નવેમ્બર મહિનામાં સુપ્રિયા રાજમિત્રાનું એકદમ સાદગીથી બેબી શાવર યોજાયું હતું. તેની ઝલક દેખાડતી તસવીર શેર કરતાં એક્ટરે લખ્યું હતું ‘યાદ રાખજે મારા બાળક, તું માને છે તેના કરતાં હિંમતવાન છે, દેખાય તેના કરતાં મજબૂત છે, વિચારે તેના કરતાં સ્માર્ટ છે અને તું વિચારે તે કરતાં વધું તને પ્રેમ કરીએ છીએ. મારા બાળક અમે આતુરતાથી તારી રાહ જાેઈ રહ્યા છીએ’.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરણ પાહવા અત્યારસુધીમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘સિક્રેટ ડાયરી’ અને ‘બાલિકા વધૂ’ જેવી સીરિયલોમાં કામ કરી ચૂક્યો છે.SS1MS