Western Times News

Gujarati News

રાજુલાના ખેડૂતોના ખાતામાં પાક વીમાની રકમ જમા થતા ખુશી

પ્રતિકાત્મક

વર્ષ ર૦૧૯માં પાક વીમો ન મળતા પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં

રાજુલા, રાજુલા વિસ્તારના કિસાનોને વર્ષ ર૦૧૯માં પાક વીમો ન મળતા પુર્વ ધારાસભ્ય અંબરીશ ડેરીની આગેવાનીમાં હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં હાઈકોર્ટ દ્વારા પાક વિમો ચુકવવવા આદેશ થતા કિસાનોના ખાતામાં પાક વીમાની રકમ જમા થવાની શરૂ થતા કિસાન કોગ્રેસ અને કિસાનોનના આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

વર્ષ ર૦૧૯નો પાક વીમો સરકારી અને વીમા કંપનીની મીલીભગતના કારણે ચુકવવામાં આવ્યો નહી તેની સામે કિસાન કોગ્રેસના પાલભાઈ આંબલીયાએ અને તે સમયનાં રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને કિસાનો સાથે આંદોલન કર્યું હતું.

જેમાં વિમાની રકમ ખેડૂતોને મળી રહે એ માટે ‘ટાઢો’’ રોટલો અને ડુંગળી ખાઈને ખેડૂતો વચ્ચે હુંકાર કર્યો ત્યારબાદ વિધાનસભાના ફલોર પર ગર્જના કરી અને છેલ્લે ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા ત્યારે સફળતા મળી ખાટી છાશ અને ટાઢો રોટલી અને ડુંગળીની જાહેરમાં માર્કેટીગ યાર્ડમાં ખાઈને રેલી કાઢીને આવેદનપાત્રો પણ પાઠવવામાં આવ્યા હતાં.

આ આંદોલન કિસાન કોગ્રેસના પાલભાઈ આંબલીના અને પુર્વ ધારાભ્ય અંબરીશ ડેર દ્વારા ખુબ મહેનત કરવામાં આવી હતી. પરંતુ સરકારે મચક ન આપતા આખરે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં હાઈકોર્ટ દ્વારા વિમવાની રકમ ચુકવવાનો હુકમ કર્યો

હોવાથી વિમાની રકમ ખેડૂતો થતા ખેડૂતોને આખરે હાઈકોર્ટ દ્વારા ન્યાય મળ્યો છે. જેને પુર્વ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વધાવવામાં આવ્યો છે. અને કિસાન કોગ્રેસના આગેવાનોને અભિનંદન આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.