Social Media પર છેડતી કરવા બદલ થઈ શકે છે આવી સજા! ચેતી જજો
શિક્ષકે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થિનીની છેડતી કરી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદની એક સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચરે ધોરણ ૯માં ભણતી વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમ પર પજવણી કરી હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત આ શિક્ષકની અટકાયત કરવામાં આવી છે.
Harassment on social media can be punished
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રવિરાજસિંહ ચૌહાણ કે જેઓ હાઈસ્કૂલમાં ટિચર હતા તેમની સામે કડક પગલા ભરવામાં આવ્યા છે. જાતીય સતામણી અને સાયબર ક્રાઈમ અંતર્ગત તેમને ભુજની પાલારા જેલમાં રાખવાનો આદેશ અપાયો છે. આ શિક્ષક સામે ૪ છોકરીઓની ફરિયાદના આધારે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
૧૭ ઓક્ટોબરે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જાતીય સતામણી અને બાળકોની પજવણી કરવાના ગુનામાં તેમની સામે કાર્યવાહી કરી હતી. ચૌહાણને જામીન મળ્યા હતા. જાેકે મીડિયા અહેવાલો પ્રમાણે શિક્ષક જેવા જામીન પર બહાર આવ્યા એના ગણતરીના સમયમાં જ પોલીસ કમિશનરે આકરા પગલા ભર્યા હતા.
તેમણે ૮ ફેબ્રુઆરીએ આ શિક્ષકની અટકાયત કરી દીધી હતી. તથા આદેશ આપ્યો હતો કે તમે તો જામીન પર બહાર છો અને સંભાવના છે કે ફરીથી તમે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકો છો. તમે લોકોની માનસિક પજવણી કરી છે તેથી તમને સાયબર ક્રિમિનલ છો.